Get The App

બે દિવસ બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોને ધન હાનિ થવાની શક્યતાઓ વધી!

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
બે દિવસ બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોને ધન હાનિ થવાની શક્યતાઓ વધી! 1 - image


Surya Grahan 2025:  આ વર્ષનું બીજુ અને છેલ્લું સૂર્યગ્રહણ બે દિવસ બાદ એટલે કે, 21 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. આ દિવસનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે, કારણ કે, આ જ દિવસે સર્વપિતૃ અમાસ પણ છે. શાસ્ત્રો પ્રમાણે સર્વપિતૃ અમાસની સાથે જ પિતૃપક્ષ પણ સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં સૂર્યગ્રહણ અને અમાસના સંયોગની આ તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. 

જ્યોતિષઆચાર્ય ડૉ. અરુણેશ કુમાર શર્માના મતે આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં થશે. આ આંશિક સૂર્યગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં. તેનો સૂતક કાળ પણ માન્ય નહીં રહેશે. આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં થવાનું હોવાથી આ રાશિના જાતકો પર તેની સૌથી વધુ અસર પડી શકે છે. કન્યા રાશિના જાતકોને આ સૂર્યગ્રહણ દરમિયાન સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આર્થિક નુકસાન

આ દરમિયાન આ રાશિના જાતકોને અચાનક ધન હાનિ થઈ શકે છે. રોકાણમાં નુકસાન થવાની સંભાવના છે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિ ધીમી રહેશે. ગ્રહણના દિવસે નાણાકીય વ્યવહારો ટાળો. આ દરમિયાન મોટા વ્યવસાયિક સોદા ટાળો. અજાણ્યા લોકો પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. 

માનસિક તણાવ

નિર્ણયો લેતી વખતે મૂંઝવણની સ્થિતિ રહેશે. કાર્યસ્થળ પર દબાણ અને અંગત જીવનમાં સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. પારિવારિક માહોલ અશાંત રહેશે. મોટા નિર્ણયો લેવાનું ટાળો. ઘરમાં કંકાશથી મન ચિંતિત રહી શકે છે. ગ્રહણ દરમિયાન એકાંત સ્થળો પર જવાનું ટાળો.

આ પણ વાંચો: હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી

સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું?

સૂર્યગ્રહણ દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ દરમિયાન મંદિરમાં પૂજા-પાઠ, ખાવા-પીવાનું અને તીક્ષ્ણ અને અણીદાર સાધનોનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે. જો કે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તમારે આવા કોઈ નિયમોનું પાલન કરવાની જરૂર નથી. જો કે, જ્યોતિષીઓએ ગર્ભવતી મહિલાઓને થોડી સાવચેત રહેવાની સલાહ આપી છે. ભગવાનનું નામ લો. સવારે સ્નાન કર્યા પછી સૂર્યને પાણી અર્પણ કરો. ગાયત્રી મંત્રનો જાપ કરો. દાન-પૂણ્ય કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે. સૂર્યગ્રહણ પછી બીજા દિવસે સવારે ઘઉં, તાંબુ, ગોળ, મસૂર દાળ અથવા શક્તિ પ્રમાણે પૈસાનું દાન કરી શકો છો.

Tags :