મિથુન-મીન સહિત આ રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલ મચાવશે સૂર્ય, ખાસ સાચવવું
Surya Gochar 2025 : આગામી 15 મે 2025થી ગ્રહોના રાજા સૂર્યદેવતા વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતીષમાં સૂર્યનું ગોચર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર દરેક રાશિના જાતકોના જીવનમાં કેટલાક મોટા પરિવર્તન લઈને આવી રહ્યા છે કારણ કે, વૈદિક જ્યોતીષ અનુસાર સૂર્યને દરેક ગ્રહોના રાજા માનવામાં આવે છે.
આ પણ વાંચો: વૃષભ-કુંભ સહિત 3 રાશિના જાતકોને નોકરી-વેપારમાં થશે લાભ, 12 વર્ષે બની રહ્યો છે યોગ
સૂર્યના આ રાશિ પરિવર્તનને જ સંક્રાતિ કહેવામાં આવે છે. સૂર્ય દેવ જાતકોના આત્મા, પિતા, માન સમ્માન તેમજ ઉચ્ચ સરકારી સેવાના કારક છે. તો ચાલો જાણીએ કે, સૂર્યના ગોચરથી કઈ કઈ રાશિઓને સાવધાન રહેવાની જરુર છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા તેમના દરેક કાર્ય સમયમાં પૂરા કરે. કોઈ નવા કામકાજની શરુઆત ન કરશો. આરોગ્યનો ખ્યાલ રાખવો જરુરી છે. કોઈની સાથે લડાઈ ઝધડા ન કરશો.
મિથુન રાશિ
મિથુન રાશિવાળાએ લાંબી યાત્રા ટાળવી જોઈએ. દરેક કાર્યો સમજી વિચારીને કરવા જોઈએ. ક્રોધ અને લડાઈ- ઝઘડાથી બચવું જોઈએ. વાહન સાવધાની પૂર્વક ચલાવવું. ચોરોથી સાવધાન રહેવું.
તુલા રાશિ
તુલા રાશિ પોતાના દરેક નિર્ણય સમજી વિચારીને કરે. કોઈની વાતોમાં ન આવશો. પોતાના સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરો. નાની નાની વાતો પર મતભેદ ન કરો.
આ પણ વાંચો: ટૂંક સમયમાં શનિ વક્રી અને ગુરુ અતિચારી થશે, 5 રાશિના જાતકો રહે સાવચેત!
મીન રાશિ
મીન રાશિને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કરિયરમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અત્યારનો સમયમાં આર્થિક દ્રષ્ટિએ અનુકૂળ નથી.