ટૂંક સમયમાં શનિ વક્રી અને ગુરુ અતિચારી થશે, 5 રાશિના જાતકો રહે સાવચેત!
Shani Vakri Aatichari Guru 2025: જ્યોતીષ શાસ્ત્રમાં શનિ અને ગુરુની ચાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે પણ આ બંને ગ્રહો તેમની ચાલ બદલે છે ત્યારે તેની સીધી અસર માનવીના જીવન પર પડે છે. હકીકતમાં 14 મેના રોજ ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને અતિચારી ગતિ સાથે તે 14 ઓક્ટોબરે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન 13 જુલાઈના રોજ શનિ મીન રાશિમાં વક્રી ચાલ થશે. આ બંન્ને ગ્રહોની બદલતી ચાલથી કેટલીક રાશિઓને સાવધાન રહેવાની જરુર છે.
આ પણ વાંચો: કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ
વૃષભ રાશિ
શનિની વર્કી અને ગુરુની અતિચારી ચાલથી વૃષભ રાશિવાળાનો નકારાત્મક સમય શરુ થશે. આ સમય દરમિયાન સમજી વિચારીને રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. તેમજ ખર્ચામાં મોટો વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મતભેદ વધી શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળાના જીવનમાં પણ ખરાબ અસર થવાની છે. અપરિચિત લોકોથી સાવધાન રહેવું જરુરી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ નવા કાર્યની શરુઆત ન કરશો, નહીં તો નુકસાન થઈ શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળા વ્યાપારી વર્ગ માટે અનુકુળ નથી. વેપારમાં નુકસાન થવાની સંભાવના રહેલી છે. આર્થિક નુકસાન થઈ શકે છે. વિવાહિત જીવનમાં અસર થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળાએ આ સમયગાળા દરમિયાન ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા નહીંતો. ભવિષ્યમાં સમસ્યાઓ વધારી શકે છે. બિનજરૂરી પૈસા ખર્ચ કરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાથી તમારા ઘરનું બજેટ બગડી શકે છે. નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ વધી શકે છે.
આ પણ વાંચો: 'પહલગામમાં હુમલો કરતાં પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો...', NIAનો દાવો
મકર રાશિ
મકર રાશિના જાતકોની તબિયત બગડી શકે છે. કાર્યોમાં નકારાત્મકતાનો સામનો કરવો પડી શકે છે. વાદ વિવાદથી સાવધાન રહેવું જરુરી છે. આ ઉપરાંત આ સમયગાળામાં કોઈની પણ સાથે સમજી વિચારીને વાત કરવી.