Get The App

નવરાત્રિ પહેલા સૂર્યની ચાલ બદલાશે, આ રાશિઓના શરુ થશે સારા દિવસો

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રિ પહેલા સૂર્યની ચાલ બદલાશે, આ રાશિઓના શરુ થશે સારા દિવસો 1 - image


Budh And Sun Gochar In Kanya: વૈદિક જ્યોતિષમાં જણાવ્યા પ્રમાણે બુધ અને સૂર્ય ગ્રહ લગભગ એક સાથે ગોચર કરે છે. તેમજ આ સાથે બુધ અને સૂર્ય ગ્રહનો જ્યોતિષમાં મિત્ર ગ્રહ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, નવરાત્રિ પછી બુધ અને સૂર્ય ગ્રહની ચાલમાં બદલાવ આવી રહ્યો છે. જેમા 15 સપ્ટેમ્બરે બુધ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં તો સૂર્ય દેવ પણ 15 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે. જેમાં બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. જેમાં કેટલીક રાશિઓના સારા દિવસો શરુ થઈ રહ્યા છે. તો દેશ-વિદેશમાં યાત્રાનો યોગ પણ બની શકે છે. આવો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે. 

આ પણ વાંચો: Chandra Grahan 2025: પૈસાની તંગીથી પરેશાન હોવ તો ચંદ્રગ્રહણના દિવસે ખાસ કરો આ ઉપાય

ધન રાશિ

બુધ અને સૂર્ય દેવનું રાશિ પરિવર્તન ધન રાશિના લોકોના કરિયર અને કારોબાર માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે, બુધ ગ્રહ તમારી રાશિના દશમ સ્થાન પર ગોચર કરી રહ્યા છે. એટલા માટે આ સમયગાળા દરમિયાન તમારા કારોબારમાં વિશેષ લાભ અને સફળતા મળી શકે છે. આ સાથે વ્યાવસાયિક મુદ્દાઓ પર તમારું ધ્યાન વધુ લાભ કમાવવા પર અને નવો વ્યવસાય શરુ કરવા પર વધુ રહેશે. તમે તમારા કરિયરમાં કેટલીક એવી તક મળશે કે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તો વેપારીઓને નવા ઑર્ડર મળી શકે છે. જેના કારણે તમને મોટો ધન લાભ મળી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે બુધ અને સૂર્ય દેવનું ગોચર વિશેષ લાભદાયી સાબિત થઈ શકે છે. કારણ કે, આ ગોચર તમારી રાશિમાં નવમ સ્થાન પર થવા જઈ રહ્યું છે. જેથી તમને તમારા ભાગ્યનો સાથ મળી શકે છે. આ ઉપરાંત સાથી કર્મયારીઓ સાથે સારો તાલમેળ બને. સામાજિક સંબંધોમાં થેયલા ગેરસમજ ઓછી થશે અને તમને સામાજિક પ્રતિષ્ઠા મળશે. આ સમય દરમિયાન, તમે દેશ અને વિદેશમાં મુસાફરી કરી શકો છો. ઉપરાંત, તમે કોઈપણ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. 

આ પણ વાંચો: ખૂબ કમાણી કરશે મેષ-મીન સહિત આ 3 રાશિના જાતકો, હસ્ત નક્ષત્રમાં સૂર્યનું ગોચર

વૃશ્ચિક રાશિ

બુધ અને સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ઘ થઈ શકે છે. કારણ કે, આ ગોચર તમારી રાશિના આવક અને લાભ સ્થાન પર થવા જઈ રહ્યું છે. જેથી આ સમયગાળા તમારી આવકમાં જબરજસ્ત વધારો જોવા મળી શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત ઊભા થશે. સંતાન સંબંધિત સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે અને પરિવાર સાથે સમય વિતાવી શકો છો. આ સમયગાળામાં તમે રચનાત્મકતાને વ્યક્ત કરવાની અને જીવનમાં દરેક પળોનો આનંદ લઈ શકો છો. તેમજ રોકાણ ક્ષેત્રે તમને મોટો લાભ થવાના યોગ બની રહ્યા છે. 

Tags :