ખૂબ કમાણી કરશે મેષ-મીન સહિત આ 3 રાશિના જાતકો, હસ્ત નક્ષત્રમાં સૂર્યનું ગોચર
Surya Gochar 2025: ગ્રહોના રાજા અને યશ, કીર્તિના કારક સૂર્ય જલ્દીથી હસ્ત નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે, તેની અસર દરેક 12 રાશિઓ પર થશે, પરંતુ 3 રાશિઓ એવી છે કે, જેના પર સૂર્યના નક્ષત્ર ગોચરની અતિ શુભ અને સકારાત્મક અસર પડશે.
વૈદિક પંચાંગમાં જણાવ્યા પ્રમાણે 27 સપ્ટેમ્બર 2025ના સવારે 7.14 વાગ્યાથી ગ્રહોના રાજા સૂર્યનું ગોચર હસ્ત નક્ષત્રમાં થશે અને આ નક્ષત્રમાં 10 ઑક્ટોબરની રાત્રે 8.19 વાગ્યા સુધી સૂર્યનું ગોચર થશે.
સૂર્યનું હસ્ત નક્ષત્રમાં પ્રવેશ થવાથી કેટલીક રાશિઓના જાતકોને શુભ અને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ખાસ કરીને રાશિચક્રની 3 ભાગ્યશાળી રાશિઓના જાતકોને વિશેષ લાભ થવાનો છે. આવો જાણીએ આ કઈ 3 રાશિઓ છે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ખુશીઓ લઈને આવનારું છે. અવિવાહિત લોકો માટે લગ્નનો નવો પ્રસ્તાવ આવી શકે છે. પરિણીત લોકોને વિશેષ ખુશીઓ મળી શકે છે. સૂર્ય દેવની કૃપાથી સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. લાંબા આયુષ્ય ધરાવતાં લોકોને રોગોથી મુક્તિ મળશે. લોકો પોતાની અંદર નવી ઊર્જા અનુભવશે અને આત્મવિશ્વાસ વધશે. માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને સૂર્યના ગોચરથી શુભ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. પરિણીત લોકોના પરિવારમાં વૃદ્ધિ થઈ શકે છે. સંબંધોમાંથી તણાવ અને વિવાદોનો અંત આવશે. જાતકો ધાર્મિક યાત્રા પર જઈ શકશે. આવકમાં વધારો શકે છે અને નોકરી કરતાં લોકોના કાર્યક્ષેત્રને લગતાં તણાવમાં ઘટાડો થશે. વ્યવસાયમાં મોટો નફો મેળવવાની તક મળશે. જોકે, વિચારીને જ કોઈપણ જોખમી પગલું ભરો.
આ પણ વાંચો: ભાદરવી પૂનમે જ ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી સૂતક પાળવાનું રહેશે; જાણો સમયકાળ
મીન રાશિ
મીન રાશિના લોકો માટે નક્ષત્રમાં સૂર્યનું ગોચર અચાનક નાણાકીય લાભનો માર્ગ ખોલી શકે છે. અવિવાહિત લોકોને તેમના જીવનમાં જીવનસાથી મળી શકે છે. પારિવારિક સંબંધોમાં નિકટતા વધી શકે છે. વિદ્યાર્થીવર્ગનું મન એકાગ્ર રહેશે. વૃદ્ધ લોકો ધાર્મિક યાત્રાઓ પર જઈ શકશે. વ્યવસાયિક લોકોને મોટી ડીલ હાથમાં આવી શકે છે.