Chandra Grahan 2025: પૈસાની તંગીથી પરેશાન હોવ તો ચંદ્રગ્રહણના દિવસે ખાસ કરો આ ઉપાય
Chandra Grahan 7 September 2025: હિન્દુ ઘર્મમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જો કે, આ એક અશુભ ઘટના છે, આ વર્ષનું બીજુ અને છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર, રવિવારના રોજ રાત્રે 9.58 વાગ્યે થશે અને તે 8 સપ્ટેમ્બરની રાત્રે 1.26 કલાક સુધી ગ્રહણ રહેશે. ચંદ્રગ્રહણ દરમિયાન કેટલાક ટોટકા કરીને ધાર્યુ કામ કરી શકો છો. માં લક્ષ્મીને પ્રસન્ન કરવાથી લઈને નોકરી મેળવવા તેમજ આર્થિક તંગી દૂર કરવા માટે જ્યોતિષ ટોટકા વિશે જાણીએ.
આ પણ વાંચો: ખૂબ કમાણી કરશે મેષ-મીન સહિત આ 3 રાશિના જાતકો, હસ્ત નક્ષત્રમાં સૂર્યનું ગોચર
પૈસાની તંગી અને દેવાથી છુટકારો મેળવવાનો ઉપાય
જો તમે પૈસાની તંગીથી પરેશાન છો, તો ચંદ્રગ્રહણના દિવસે એક તાળું ખરીદો અને તેને ઘરે લાવો અને રાત્રે આ તાળાને ચંદ્રમાંની રોશનીમાં છોડી દો. હવે સવારે આ જ તાળાને મંદિરમાં રાખી આવો. આ યુક્તિ સમસ્યાઓનો અંત લાવશે.
નોકરી મેળવવા માટે ટોટકા
બેરોજગાર લોકો માટે ચંદ્રગ્રહણ દરમિયાન એક ખૂબ જ સરળ ટોટકા છે. મનપસંદ નોકરી મેળવવાની ઇચ્છા પૂર્ણ કરવા માટે ચંદ્રગ્રહણ દરમિયાન કાગડાઓને મીઠા ભાત ખવડાવો. નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે આ એક અસરકારક ઉપાય છે.
ધનવાન બનવા માટે ટોટકા
જો તમે લાખ કોશિશ કર્યા પછી પણ ખૂબ પૈસા કમાઈ શકતા નથી અને તમારી ધનવાન બનવાની ઇચ્છા પૂર્ણ થઈ રહી નથી. ગ્રહણ દરમિયાન અને ગ્રહણ પૂરુ થઈ ગયા પછી કીડીઓને લોટ અને ખાંડ ખવડાવો. પૈસાની આવકમાં વધારો થશે.
મા લક્ષ્મીજીના આશીર્વાદ માટે શું કરવું?
મા લક્ષ્મીના કૃપા પ્રાપ્ત કરવા માટે ચંદ્રગ્રહણ દરમિયાન દૂધ અને ગંગાજળ મિશ્રિત વાસણ ચંદ્રમાંની રોશનીમાં રાખો અને તેમાં ચાંદીનો ટુકડો મૂકો. હવે જ્યારે ગ્રહણ પુરુ થાય છે, ત્યારે ચાંદીનો ટુકડો તિજોરીમાં રાખો. માન્યતાઓ પ્રમાણે આ ટોટકા કરવાથી જીવનમાં પૈસાની કમી રહેતી નથી અને તમામ પ્રકારની સમસ્યાઓનો અંત આવવા લાગે છે. મા લક્ષ્મીની કૃપા બની રહે છે.
વ્યવસાયમાં લાભ માટે ટોટકા
ચંદ્રગ્રહણ દરમિયાન તમારા હાથમાં ગોમતી ચક્ર રાખો અને માં કાલીના મંત્રનો 54 વખત તમારા મનમાં જાપ કરો. ગોમતી ચક્રની પૂજા કર્યા પછી તેને સ્વચ્છ બોક્સમાં રાખો અને તેને તમારા ઓફિસ અથવા વ્યવસાય સ્થળે મુકી દો. થોડા દિવસોમાં તમને તેના પ્રભાવથી શુભ પરિણામો જોવા મળશે. આ ટોટકા કરવા માટે તમે તમારા જ્યોતિષી પાસેથી ખાસ સૂચનો અને માર્ગદર્શન લઈ શકો છો.