Astro

સિંહ અને મેષ સહિત આ 4 રાશિના જાતકોને મળશે ધન, સન્માન અને સફળતા! સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ

By GS TEAM
23 Jun 20262 mins read
TukuTouch Logo
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવનું નક્ષત્ર પરિવર્તન અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે 20 જુલાઈના રોજ સૂર્યદેવ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યોતિષીય ગણતરી મુજબ, સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી સાબિત થશે, જેના કારણે તેમના ભાગ્ય આડેથી પાંદડું ખસશે અને જીવનમાં મોટી સફળતાઓ પ્રાપ્ત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિંહ અને મેષ સહિત આ 4 રાશિના જાતકોને મળશે ધન, સન્માન અને સફળતા! સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ

Surya Gochar: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવનું નક્ષત્ર પરિવર્તન અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે 20 જુલાઈના રોજ સૂર્યદેવ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જ્યોતિષીય ગણતરી મુજબ, સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી સાબિત થશે, જેના કારણે તેમના ભાગ્ય આડેથી પાંદડું ખસશે અને જીવનમાં મોટી સફળતાઓ પ્રાપ્ત થશે.

માન-સન્માન, પ્રતિષ્ઠા અને આત્માના કારક ગણાતા સૂર્યદેવ 20 જુલાઈ 2026, સોમવારના રોજ સવારે 11:33 વાગ્યે પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે અને આ નક્ષત્રમાં તેઓ 3 ઓગસ્ટ સુધી બિરાજમાન રહેશે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનની હકારાત્મક અસર ખાસ કરીને 4 રાશિના જાતકો પર જોવા મળશે, જેનાથી તેમના અટકેલા સરકારી કાર્યો પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આવો જાણીએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ:

આ 4 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર:

1. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન કાર્યક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા લઈને આવશે. લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક તંગી દૂર થશે અને નાણાકીય પક્ષ મજબૂત બનશે. કરિયરમાં પ્રગતિની નવી અને શ્રેષ્ઠ તકો સાંપડશે. ઓફિસ કે બિઝનેસમાં તમારા કામની પ્રશંસા થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને પ્રેમ જીવનમાં પણ મધુરતા આવશે.

2. વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ ગોચર અતિ શુભ સાબિત થવાનું છે. આ સમયગાળા દરમિયાન તમે આર્થિક બાબતોને લઈને કોઈ મોટા અને મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. જો કોઈની સાથે લેણ-દેણ કે નાણાકીય વિવાદ ચાલી રહ્યો હોય, તો તેનો ઉકેલ લાવવા માટે આ ઉત્તમ સમય છે. વૈવાહિક જીવન સુખમય બનશે અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

3. સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં આગમન અત્યંત લાભદાયી નીવડશે. ભૂતકાળમાં કરેલા કોઈ મોટા રોકાણ માંથી અણધાર્યો મોટો નફો મળી શકે છે. નવી નોકરીની શોધમાં ભટકી રહેલા યુવાનોની આશા પૂર્ણ થશે. વ્યાપારના ક્ષેત્રે પ્રગતિના નવા માર્ગો ખુલશે અને કાર્યસ્થળ પર સિનિયર અધિકારીઓ સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો: 25 જૂને વર્ષ 2026ની સૌથી મોટી અગિયારસ: જાણો વ્રતના કડક નિયમો અને પૂજાવિધિ

4. ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર શુભ પરિણામોના દ્વાર ખોલી દેશે. તમે કરેલી સખત મહેનતનું હવે પૂર્ણ ફળ મેળવવાનો સમય આવી ગયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયગાળામાં જીવનસાથી સાથે યાદગાર સમય વિતાવવાની તક મળશે અને પરસ્પર સંબંધોમાં નિકટતા આવશે.