Get The App

બે જ દિવસ પછી છે 2026ની સૌથી મોટી અગિયારસ, નોંધી લો તારીખ અને સમજો વ્રતના નિયમો

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
બે જ દિવસ પછી છે 2026ની સૌથી મોટી અગિયારસ, નોંધી લો તારીખ અને સમજો વ્રતના નિયમો 1 - image

Nirjala Ekadashi Rule: હિન્દુ ધર્મશાસ્ત્રોમાં જેઠ સુદ એકાદશી એટલે કે 'નિર્જલા એકાદશી'ના વ્રતને સૌથી કઠિન પરંતુ સર્વોચ્ચ પુણ્યદાયી માનવામાં આવ્યું છે. આ વર્ષે 25 June 2026, ગુરુવારના રોજ નિર્જલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ વર્ષની સૌથી મોટી એકાદશી હોવાથી, તેના નિયમો અને પૂજાની તૈયારીઓ એક દિવસ પહેલાં એટલે કે દશમની તિથિથી જ શરૂ થઈ જાય છે.

શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, જે શ્રદ્ધાળુઓ વર્ષની તમામ 24 એકાદશીના વ્રત કરી શકતા નથી, તેઓ જો માત્ર આ એક જ વ્રત પૂર્ણ શ્રદ્ધાથી રાખે, તો તેમને આખા વર્ષની તમામ એકાદશીઓનું સંયુક્ત પુણ્યફળ પ્રાપ્ત થાય છે. 25 Juneના રોજ આ કઠોર વ્રતની સફળતા માટે એક દિવસ પહેલાં એટલે કે 24 June, બુધવાર (દશમ)ના રોજથી જ કયા નિયમોનું પાલન કરવું અને કેવી તૈયારીઓ કરવી, તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

એકાદશી પહેલાં દશમના દિવસે ચોક્કસ કરો આ કાર્યો:

1. દશમના દિવસે સાત્વિક ભોજન અને અન્ન-જળનો ત્યાગ

જો તમે નિર્જલા એકાદશીનું વ્રત કરવા માંગો છો, તો દશમની તિથિએ આખો દિવસ ડુંગળી-લસણ વગરનું શુદ્ધ સાત્વિક ભોજન જ ગ્રહણ કરો. ત્યારબાદ સાંજે સૂર્યાસ્તની આસપાસ છેલ્લી વાર હલકો ખોરાક લઈ લો. ભોજન કર્યા પછી મોં સાફ કરી (બ્રશ કરી) લો અને અન્નનો ત્યાગ કરી દો. શક્ય હોય તો ત્યારથી જ જળનો ત્યાગ પણ કરી શકાય છે, કારણ કે નિર્જલા એકાદશીના આખા દિવસ દરમિયાન અને તેના આગલા દિવસે બારસના સૂર્યોદય સુધી અન્ન અને જળ ગ્રહણ વર્જિત હોય છે.

2. વાળ ધોવા અંગેનો નિયમ

ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના પવિત્ર દિવસે વાળ ધોવાની મનાઈ હોય છે. તેથી શારીરિક શુદ્ધિ માટે વ્રત રાખનારી મહિલાઓ અને પુરુષોએ એક દિવસ પહેલાં એટલે કે દશમની તિથિએ જ વાળ ધોઈને પવિત્ર થઈ જવું જોઈએ.

3. તુલસીના પાન તોડી રાખવા

એકાદશીના દિવસે તુલસીના છોડને સ્પર્શ કરવો, તેમાં જળ અર્પણ કરવું કે તેના પાન તોડવા નિષેધ માનવામાં આવે છે. પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વગર અધૂરી ગણાય છે. આથી, દશમની તિથિએ સાંજ પડતા પહેલાં જ પૂજા માટે જરૂરી તુલસીના પાન તોડીને પવિત્ર સ્થાને રાખી દો. એકાદશીના દિવસે તુલસીજીને અડક્યા વગર માત્ર દૂરથી જ દીવો પ્રગટાવી પૂજા અને પરિક્રમા કરવી જોઈએ.

આ પણ વાંચો: શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે...

4. વ્રતનો સંકલ્પ

દશમની રાત્રે સૂતા પહેલાં ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને મનોમન નિર્જલા એકાદશી વ્રત રાખવાનો દ્રઢ સંકલ્પ લો અને જળનો ત્યાગ કરો. આ સંકલ્પ બાદ બારસ તિથિના સૂર્યોદય સુધી જળની એક બૂંદ પણ ગ્રહણ ન કરવી જોઈએ, તો જ આ મહાવ્રત પૂર્ણ થયેલું ગણાય છે.