આવતા મહિને સૂર્ય 3 વખત બદલશે ચાલ, 3 રાશિના જાતકોના શરુ થશે 'અચ્છે દીન'!
Image: Freepik |
Sun Transit: ગ્રહોના રાજા સૂર્યદેવને મંગળમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવ માન-સન્માન અને પ્રતિષ્ઠાના કારક માનવામાં આવે છે. સૂર્યદેવ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, જેની અસર 12 રાશિઓ પર પડે છે. દ્રિક પંચાગ અનુસાર, સૂર્ય દેવ ઑગસ્ટમાં ત્રણવાર ચાલ બદલશે.
હકીકતમાં, સૂર્ય દેવ 3 ઑગસ્ટે શ્લેષા નક્ષત્રમાં ગોચર કરશે. જ્યાં તેઓ 30 ઑગસ્ટ સુધી રહેશે. ત્યારબાદ 30 ઑગસ્ટે સૂર્ય દેવ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. આ દરમિયાન સૂર્ય દેવ 17 ઑગસ્ટે પોતાની રાશિ સિંહમાં ગોચર કરશે. સૂર્યનું આ ગોચર અમુક રાશિઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ એ વિશિષ્ટ રાશિ વિશે જેને સૂર્ય ગોચરથી થશે લાભ.
આ પણ વાંચોઃ શ્રાવણ માસમાં શિવપૂજનનું મહત્ત્વ: દેવાધિદેવ મહાદેવને જળ અભિષેકનો મહિમા
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર ખૂબ જ શુભ રહેશે. જૂના અટકેલા કામ પૂરા થશે, વેપારમાં મોટો લાભ થઈ શકે છે. આ સિવાય માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
તુલાઃ
ઑગસ્ટ મહિનામાં સૂર્યની ત્રણવાર ચાલ બદલવાના કારણે તુલા રાશિના જાતકોને ખાસ લાભ થશે. તેમને પોતાના કામમાં મનપસંદ પરિણામ મળી શકે છે. વેપારમાં મોટી ડીલ મળી શકે છે. તેમજ સ્વાસ્થ્ય માટે પણ આ સમય લાભદાયક રહેશે.
આ પણ વાંચોઃ Pitru Paksha 2025: પિતૃ પક્ષ ક્યારથી શરૂ થશે? જાણો તારીખ અને શ્રાદ્ધ-તર્પણનું મહત્ત્વ
વૃશ્ચિકઃ
સૂર્ય દેવના ગોચરથી વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં ખુશીઓની સોગાત આવશે. પારિવારિક સુખ વધશે. રોકાણમાં સંભવિત લાભ મળશ. નોકરીયાત વર્ગને આવકની નવી તક મળી શકે છે.