For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સૂર્યદેવે કુંભમાંથી મીન રાશિમાં કર્યો પ્રવેશ: કન્યા-મિથુન સહિત આ 4 રાશિના જાતકોને મળશે 'ગુડ ન્યૂઝ'!

Updated: Mar 16th, 2024

સૂર્યદેવે કુંભમાંથી મીન રાશિમાં કર્યો પ્રવેશ: કન્યા-મિથુન સહિત આ 4 રાશિના જાતકોને મળશે 'ગુડ ન્યૂઝ'!

Image Source: Freepik

અમદાવાદ, તા. 16 માર્ચ 2024 શનિવાર

ગ્રહોનું ચાલ પરિવર્તન જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની અસર તમામ 12 રાશિઓના જાતકો પર પડે છે. કોઈ રાશિ પર પ્રભાવ શુભ હોય છે તો કોઈકને અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેક ગ્રહનો પોતાનો નક્કી સમય હોય છે જે બાદ રાશિ પરિવર્તન કરે છે.

મીન રાશિમાં ગ્રહોના રાજા

14 માર્ચે ગ્રહોના રાજા સૂર્યદેવે રાશિ પરિવર્તન કર્યુ છે. સૂર્ય ગ્રહે શનિની રાશિ કુંભ રાશિથી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. આગલા મહિનાની 13 તારીખ સુધી એટલે કે 13 એપ્રિલ સુધી સૂર્યદેવ મીન રાશિમાં બિરાજમાન રહેશે. સૂર્ય ગોચરથી 4 રાશિઓને જોરદાર ફાયદો થવાનો છે. 

1. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહની ચાલ પરિવર્તન ખૂબ લાભદાયી છે. કાર્યક્ષેત્રે પ્રગતિના યોગ બની રહ્યા છે. પારિવારિક સંબંધ મજબૂત થશે. પરિવારની સાથે સમય પસાર કરવાની તક મળશે. ધનલાભના પણ નવા સોર્સ બની શકે છે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓ માટે પણ સમય સારો છે, રોકાણ કરી શકો છો.

2. મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોને પોઝિટિવ અનુભવ થશે. ઘણા દિવસથી મનમાં આવી રહેલા નકારાત્મક વિચારોથી મુક્તિ મળશે અને મન પ્રસન્ન થશે. વેપાર કરતા લોકોને નવી ડીલ્સ મળી શકે છે. પાર્ટનર કે જીવનસાથીની સાથે સંબંધ મજબૂત થશે. તેમનો ભરપૂર સહયોગ તમને મળશે. આ સમયે યાત્રાના પણ યોગ બની રહ્યા છે. તમે કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો.

3. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ સમય સારો છે. નોકરિયાત લોકો માટે સમય ખૂબ સારો છે. બોસ તમારા કામથી પ્રસન્ન થશે અને વખાણ પણ કરશે. કામને જોઈને તમને પ્રમોશન પણ મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. નોકરીની શોધ કરનારને મનપસંદ નોકરી આ સમયે મળી શકે છે.

4. ધન રાશિ

ધન રાશિના જાતકોને ફાયદો થશે. રોકાણ માટે સમય સારો છે. બાદમાં સારા પરિણામ મળી શકે છે. પ્રમોશન પણ કરવામાં આવી શકે છે. સેલેરી વધવાના પણ યોગ બની રહ્યા છે. આવકના નવા સોર્સ બની શકે છે જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. પરિવારની સાથે સમય પસાર કરો અને માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખો.

Gujarat