ધનિકોની હથેળીમાં હોય છે આ ભાગ્યરેખા! દિન દૂગની રાત ચોગુની પ્રગતિ કરે છે આવા લોકો
Hastrekha Shatra : હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે હથેળી પરની રેખાઓ માત્ર આપણા સ્વભાવ અને વિચારસરણી નહીં, પરંતુ એ પણ બતાવી શકે છે કે, તમારુ નાણાકીય જીવન કેવું રહેશે. એવું પણ બને છે કે, હાલમાં આ રેખાઓ તમારી હથેળીમાં ન હોય, પરંતુ આવનારા સમયમાં આ રેખાઓ બની શકે છે. ચાલો આજે તમને કેટલીક એવી રેખાઓ વિશે વાત કરીએ જે વ્યક્તિને ભાગ્યશાળી બનાવે છે.
- ભાગ્ય રેખા હથેળીની વચ્ચો વચ કાંડાથી મધ્યમાં આંગળી સુધી જાય છે. આ રેખા તમારી કારકિર્દી, સફળતા અને જીવનમાં સ્થિરતાનો સંકેત આપે છે.
- જો આ રેખા શનિ પર્વત સુધી પહોંચે છે અને વળ્યા વિના સૂર્ય રેખા સાથે જોડાય છે, તો તે મજબૂત ભાગ્ય અને નાણાકીય સફળતાનો સંકેત આપે છે.
- હથેળીનો રંગ પણ ઘણું બધું કહે છે. ગુલાબી હથેળી સંકેત આપે છે કે, વ્યક્તિને પૈસા કમાવવાની સારી તકો મળે છે અને સમાજમાં તેનું માન સન્માન વધે છે.
- ગુરુ પર્વત હથેળીમાં તર્જની આંગળીની નીચે હોય અને જો આ ભાગ ઊંચો, સ્વચ્છ અને ગુલાબી હોય તો તે આત્મવિશ્વાસ, નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વના ગુણોનો સંકેત આપે છે.
- જો તમારી હથેળીમાં ગુરુ પર્વત એટલે કે તર્જની આંગળીની નીચે ક્રોસ (x) નું ચિહ્ન બનતું હોય, તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. આ ચિહ્ન અદ્ભુત નેતૃત્વ, આધ્યાત્મિક શક્તિ અને વધતા ભાગ્યની વૃદ્ધિનું પ્રતીક છે.
- જો અંગૂઠાના પહેલા પર્વ પર જવના દાણા જેવું ચિહ્ન બનતું હોય તો તે, અત્યંત શુભ અને શક્તિશાળી ચિહ્ન માનવામાં આવે છે. આ નિશાન મુશ્કેલીના સમયમાં સરળતાથી બહાર આવવાની અદ્ભુત ક્ષમતા પણ દર્શાવે છે.
- જો ગુરુ પર્વત એટલે કે, તર્જની નીચેના ભાગે સ્વસ્તિકની નિશાની હોય તો, તે વ્યક્તિના જીવનમાં ગુરુની કૃપા, આદર અને રાજયોગનું પ્રતીક માનવામાં આવે છે. તે ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા અને આધ્યાત્મિક પ્રગતિ દર્શાવે છે.
- જો કોઈ વ્યક્તિની આંગળીઓ લાંબી, પાતળી અને સંતુલિત હોય તો તે દર્શાવે છે કે, આ વ્યક્તિ બુદ્ધિશાળી, વિશ્લેષણાત્મક અને પરફેક્શનિષ્ટ હોય છે.