Get The App

એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત?

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત? 1 - image


Earthquake: છેલ્લાં એક અઠવાડિયાથી દિલ્હી પાસે ઝજ્જર અને રોહતક (હરિયાણા)માં ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. 10 જુલાઈથી અત્યાર સુધી અનેક વાર ધરા ધ્રુજી છે, જેનાથી લોકોમાં ડર અને ચિંતા પેસી ગઈ છે. શું આ નાના-મોટા આંચકા કોઈ મોટા જોખમ તરફ તો ઈશારા નથી કરી રહ્યા ને? ચાલો જાણીએ વિજ્ઞાન શું કહે છે. 

ગત અઠવાડિયે શું સ્થિતિ હતી? 

  • 10 જુલાઈઃ ઝજ્જરમાં 4.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેના આંચકા દિલ્હી-એનસીઆર, નોયડા, ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં અનુભવાયા હતા.
  • 11 જુલાઈઃ એ જ વિસ્તારમાં 3.7 તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો, જે 10 કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રિત હતો. 
  • 17 જુલાઈઃ રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ રાત્રે 12:46 વાગ્યે આવ્યો, જે આઠમા દિવસનો ચોથો સૌથી મોટો આંચકો હતો.
  • કુલ મળીને છેલ્લાં સાત દિવસમાં ચારથી વધુ ભૂકંપ (2.5 તીવ્રતાથી ઉપર) ઝજ્જર-રોહતક વિસ્તારમાં નોંધાયા છે. આ આંચકાથી કોઈ નુકસાન નથી થયું, પરંતુ લોકોએ સોશિયલ મીડિયા પર તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે. 

આ પણ વાંચોઃ Meta ના ટ્રાન્સલેશન ટૂલનું ભોપાળું, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને 'સ્વર્ગીય' બતાવી દીધા

કેમ આવે છે ભૂકંપ? 

IIT રૂડકીના ભૂકંપ વિજ્ઞાની પ્રો. કમલ કહે છે કે, દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. તેની પાછળ મુખ્ય ત્રણ કારણ છે. 

  1. જિયોલાઇજીકલ ફૉલ્ટ લાઇન્સઃ ઝજ્જર-રોહતકમાં મહેન્દ્રગઢ-દહેરાદૂન ફૉલ્ટ (MDF), દિલ્હી-હરિદ્વાર રિજ અને સોહના-મથુરા ફૉલ્ટ જેવી સક્રિય તિરાડો છે. આ તિરોડો ધરતીની પ્લેટ અથડાવાથી બને છે. 
  2. હિમાલયનો પ્રભાવઃ ભારતની ટેક્ટોનિક પ્લેટ યૂરેશિયન પ્લેટથી અથડાઇ રહી છે, જેનાથી ઊર્જા જમા થાય છે. જ્યારે આ ઊર્જા છૂટે છે તો ભૂકંપ આવે છે. 
  3. તણાવ જમા થવોઃ વિજ્ઞાનીઓ કહે છે કે, આ નાના ભૂકંપ ટેક્ટોનિક તણાવના સંકેત હોય શકે છે, જે ધીમે-ધીમે વધી રહ્યા છે. 

શું છે મોટું જોખમ? 

વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, હાલ ચિંતાની કોઈ મોટી વાત નથી, પરંતુ સાવધાની જરૂરી છે. 

  • તીવ્રતાનું વિશ્લેષણઃ ઝજ્જર-રોહતકમાં આવેલો ભૂકંપ 2.0 થી 4.5 તીવ્રતાનો છે, જે સામાન્ય રીતે નુકસાન નથી પહોંચાડતું. દિલ્હી ઝોન-IV માં આવે છે, જ્યાં 5-6 તીવ્રતાનો ભૂકંપ સામાન્ય છે, પરંતુ 7-8 તીવ્રતાનો ભૂકંપ દુર્લભ છે.
  • નાના આંચકાનો અર્થઃ અનેક વિજ્ઞાનીઓનું માનવું છે કે, આ આંચરા 'ફોરશૉક' (મોટા ભૂકંપ પહેલાના આંચકા) હોય શકે છે. પરંતુ, એ જરૂરી નથી કે, દરેક વખતે આવું થાય. ઘણીવાર ફક્ત તણાવ છૂટવાના સંકેત પણ હોય શકે છે. 
  • વિશ્લેષકોનો મતઃ ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS)ના વિજ્ઞાનીઓએ કહ્યું કે, 11 જુલાઈએ બે ભૂકંપ એક જ ફૉલ્ટ પર થયા, જે નાના હતા. અત્યાર સુધી કોઈ મોટું જોખમ દેખાતું નથી. પરંતુ નિરીક્ષણ શરૂ છે. 

આ પણ વાંચોઃ મુંબઈના બાંદ્રામાં મોટી દુર્ઘટના, સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી, 10 લોકો ફસાયાની આશંકા

દિલ્હી-એનસીઆરમાં જોખમ?

દિલ્હી ઘેરાયેલી વસ્તીવાળું શહેર છે, જ્યાં જૂની અને અસુરક્ષિત ઈમારત છે. જો કોઈ મોટો ભૂકંપ આવે, તો નુકસાન થઈ શકે છે. તેથી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ લોકોને જાગૃત કર્યા અને તૈયારીની અપીલ કરી. છેલ્લાં 25 વર્ષોમાં દિલ્હી-એનસીઆરમાં દર વર્ષે સામાન્ય 15-20 નાના ભૂકંપ આવે છે, પરંતુ 5 તીવ્રતાથી ઉપરનો ભૂકંપ દુર્લભ છે. 

વિજ્ઞાનીઓનો સંદેશ

પ્રોફેસર કમલ કહે છે કે, ભૂકંપની ભવિષ્યવાણી શક્ય નથી, પરંતુ આવા નાના આંચકાઓથી એલર્ટ રહેવું જરૂરી છે. સરકાર અને લોકોએ મળીને ઈમારતોને ભૂકંપરોધી બનાવવી જોઈએ. NCS સતત ડેટા એકઠા કરે છે. જો કોઈ અસામાન્ય ગતિવિધિ જોવા મળશે તો ચેતવણી આપવામાં આવશે. 

Tags :