Astro
શ્રાવણ માસ 2026: આવતીકાલથી શરૂ થશે શિવ આરાધનાનો પવિત્ર મહિનો, નોંધી લો તમામ મોટા તહેવારોની તારીખો
By GS Team
12 Aug 20261 min read
આ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ 13 ઓગસ્ટ, ગુરુવારથી થઈ રહ્યો છે. ભોલેનાથની આરાધનાના આ માસમાં શ્રદ્ધાળુઓ શિવાલયોમાં પૂજા-અર્ચના કરશે. 28 ઓગસ્ટે રક્ષાબંધન, 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી જેવા અનેક મુખ્ય તહેવારો આવશે. શિવભક્તો માટે આખો મહિનો હર્ષોલ્લાસ અને ધાર્મિક અનુષ્ઠાનોથી ભરપૂર રહેશે.
00:00
00:22
Summarized by AI; it may make mistakes. Check important info

Shravan 2026: હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા અને શ્રદ્ધાળુઓ માટે અનેક ઉપવાસ અને ઉત્સવો લઈને આવતા શ્રાવણ માસની શરૂઆત આ વર્ષે આવતીકાલ 13 ઓગસ્ટ 2026, ગુરુવારથી થઈ રહી છે. ભોલેનાથની આરાધનાના આ મહિનામાં શ્રદ્ધાળુઓ શિવાલયોમાં જઈને પૂજા-અર્ચના કરશે અને વિવિધ તહેવારોની ઉજવણી કરશે.
શ્રાવણ માસમાં આવતા મુખ્ય તહેવારો અને તેની તારીખો પર એક નજર (જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના માર્ગદર્શન મુજબ)
- 13 ઓગસ્ટ (ગુરુવાર): શ્રાવણ માસનો પ્રારંભ
- 23 ઓગસ્ટ (રવિવાર): પુત્રદા એકાદશી
- 24 ઓગસ્ટ (સોમવાર): પવિત્રા બારસ
- 25 ઓગસ્ટ (મંગળવાર): ભૌમ પ્રદોષ
- 28 ઓગસ્ટ (શુક્રવાર): રક્ષા બંધન (નોંધ: આ દિવસે વિષ્ટિ બાધ્ય નથી અને ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં)
- 31/08, સોમવાર ફૂલકાજળી ત્રીજ (8:52 સુધી), બોળ ચોથ, સંકટ ચતુર્થી 8:53 થી ચંદ્રોદય 20:51 અમદાવાદ
- 1 સપ્ટેમ્બર (મંગળવાર): નાગ પાંચમ
- 2 સપ્ટેમ્બર (બુધવાર): રાંધણ છઠ
- 3 સપ્ટેમ્બર (ગુરુવાર): શીતળા સાતમ
- 4 સપ્ટેમ્બર (શુક્રવાર): શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
- 5 સપ્ટેમ્બર (રવિવાર): પારણા અને નંદ મહોત્સવ
- 7 સપ્ટેમ્બર (સોમવાર): અજા એકાદશી
- 8 સપ્ટેમ્બર (મંગળવાર): ભૌમ પ્રદોષ (બપોરે 14:45 થી)
- 11 સપ્ટેમ્બર (શુક્રવાર): શ્રાવણ માસ અમાસ
આખો મહિનો શિવભક્તો માટે હર્ષોલ્લાસ અને અનેક ધાર્મિક અનુષ્ઠાનોથી ભરપૂર રહેશે.