Get The App

શ્રાદ્ધ પક્ષ 2025: 8મી સપ્ટેમ્બરથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
શ્રાદ્ધ પક્ષ 2025:  8મી સપ્ટેમ્બરથી શરૂ થશે શ્રાદ્ધ, જાણો પિતૃપૂજનની મહત્ત્વની તિથિઓ અને તેનું મહત્ત્વ 1 - image

Shraddh Paksha 2025: ભાદરવા વદ (કૃષ્ણ) પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેથી તેમને શાંતિ અને સદ્ગતિ મળે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ પી. લાઠિયાના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૫ માટે, શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ 8મી સપ્ટેમ્બર, સોમવારથી થશે અને તેનું સમાપન 21મી સપ્ટેમ્બર, રવિવારના રોજ થશે.

આ પણ વાંચો: ગણપતિ વિસર્જન ક્યારે? જાણી લો શુભ મુહૂર્ત, મહત્ત્વ અને તમામ સંબંધિત પરંપરાઓ

શ્રાદ્ધ પક્ષ 2025:     તિથિ અને તારીખ

તિથિ/શ્રાદ્ધ        તારીખ અને વાર

1        08/09 - સોમવાર

2        09/09 - મંગળવાર

3 & 4 (એકસાથે)    10/09 - બુધવાર

5        11/09 - ગુરુવાર

6        12/09 - શુક્રવાર

7        13/09 - શનિવાર

8        14/09 - રવિવાર

9        15/09 - સોમવાર

10        16/09 - મંગળવાર

11        17/09 - બુધવાર

12        18/09 - ગુરુવાર

13        19/09 - શુક્રવાર

14        20/09 - શનિવાર

15/30 (સર્વપિતૃ અમાસ)    21/09 - રવિવાર

આ પણ વાંચો: ચંદ્રગ્રહણના દિવસે મંગળ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

મહત્ત્વપૂર્ણ તિથિઓ અને તેમનું મહત્ત્વ

શ્રાદ્ધ પક્ષમાં કેટલીક તિથિઓનું વિશેષ મહત્વ હોય છે:

તિથિ 3 અને 4: આ બંને તિથિઓ એકસાથે છે. જે લોકોની તિથિ 3 અથવા 4 હોય, તેઓ આ દિવસે શ્રાદ્ધ કરી શકે છે.

તિથિ 9 (નવમી): આ તિથિને સૌભાગ્યવતી સ્ત્રી શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ સૌભાગ્ય અવસ્થામાં થયું હોય.

તિથિ 12 (બારસ): આ દિવસે સંન્યાસીનું શ્રાદ્ધ કરવામાં આવે છે, એટલે કે જે લોકોએ સંન્યાસ લીધો હોય તેમનું શ્રાદ્ધ આ તિથિએ કરવામાં આવે છે.

તિથિ 14 (ચૌદશ): આ દિવસ શસ્ત્રપીડિતનું શ્રાદ્ધ કરવા માટે ખાસ છે, જે લોકોનું મૃત્યુ અકાળે અથવા અકસ્માતને કારણે થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે.

તિથિ 15/30 (અમાસ): આ દિવસને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને તેમના પિતૃઓની તિથિ યાદ ન હોય, તેઓ આ દિવસે સર્વપિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ દિવસે પૂનમનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે.

જ્યારે મૃત્યુ તિથિ ખબર ન હોય: કઈ તિથિએ કરવું શ્રાદ્ધ?

જો તમારા કોઈ સ્વજન કે પરિવારજનનું મૃત્યુ થયું હોય અને તમને તેમની તિથિની ચોક્કસ જાણકારી ન હોય, તો તમે તેમનું શ્રાદ્ધ અમાસના દિવસે કરી શકો છો. ભારતીય પંચાંગ અને શાસ્ત્રોમાં પણ આ વિશે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શ્રાદ્ધ પક્ષની છેલ્લી તિથિ એટલે કે સર્વપિતૃ અમાસનો દિવસ આ ખાસ હેતુ માટે જ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દિવસે, જેમને પોતાના પિતૃઓની મૃત્યુતિથિ યાદ ન હોય, તેઓ બધા પિતૃઓનું એકસાથે શ્રાદ્ધ અને તર્પણ કરી શકે છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.