Get The App

ચંદ્રગ્રહણના દિવસે મંગળ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
ચંદ્રગ્રહણના દિવસે મંગળ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે 1 - image


Samsaptak Yog 2025: જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેની સીધી અસર દેશ-દુનિયા અને લોકોના જીવન પર પડે છે. પંચાગ પ્રમાણે 7 સપ્ટેમ્બરના રોજ શનિ અને મંગળ આમને-સામને આવીને સમસપ્તક યોગનું નિર્માણ કરશે. આ દિવસે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે, જે ભારતમાં પણ દેખાશે. 

વાસ્તવમાં મંગળ હાલમાં કન્યા રાશિમાં છે અને શનિ મીન રાશિમાં છે, જેના કારણે બંને  7 સપ્ટેમ્બર ના રોજ એકબીજાની આમને-સામને આવી જશે, જેનાથી શક્તિશાળી સમસપ્તક યોગ બનશે. તો ચાલો જાણીએ કે, મંગળ શનિની યુતિથી બનવા જઈ રહેલા સમસપ્તક યોગથી કઈ રાશિઓને લાભ થશે.

વૃષભ રાશિ 

સમસપ્તક યોગ બનવાથી વૃષભ રાશિના જાતકોની તમામ ઈચ્છાઓ પૂરી થશે. વેપારમાં પ્રગતિ પ્રાપ્ત કરશે. પૈસાની બચત કરવામાં પણ સક્ષમ રહેશો. જીવનમાં  ખુશીનુ આગમન થશે. બીજી તરફ આ રાશિના જાતકો વધુ પૈસા કમાશે. દાંપત્ય જીવનમાં તાલમેલ સારો રહેશે.

મકર રાશિ

સમસપ્તક યોગથી મકર રાશિના જાતકોને લાભ થશે. આર્થિક સ્થિતિ સારી થશે. ભાગ્યોનો સાથ મળશે નોકરીમાં સારી સફળતા પ્રાપ્ત થશે અને પ્રગતિ પ્રાપ્ત થશે. 

કુંભ રાશિ

સમસપ્તક યોગથી કુંભ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. કાર્યોમાં સારી તક પ્રાપ્ત કરશો. આ સમયે બિઝનેસ સાથે સંબંધિત યાત્રા કરી શકો છો.

Tags :