શનિની વક્રી ચાલથી નવેમ્બર સુધી આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ!
Image: Freepik AI |
Shani Vakri: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું વક્રી થવું ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. ગ્રહોના વક્રી થવાથી તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. 13 જુલાઈએ શનિદેવની ચાલ બદલાવા જઈ રહી છે. આ દિવસે શનિદેવ મીન રાશિમાં વક્રી થશે. શનિદેવ 28 નવેમ્બર સુધી વક્રી રહેશે અને 29 નવેમ્બર સુધી વક્રી રહેશે. ત્યારબાદ શનિવદેવ ફરી માર્ગી થઈ જશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન મળેલું છે. શનિદેવના શુભ થવા પર વ્યક્તિનું જીવન રાજા જેવું થઈ જાય છે. શનિદેવ વક્રી થઈને અમુક રાશિને નવેમ્બર સુધી શુભ ફળ આપશે. ચાલો જાણીએ શનિદેવ વક્રી થઈને કઈ રાશિનું ભાગ્ય બદલશે.
મિથુન રાશિઃ
શનિના વક્રી થવાથી મિથુન રાશિના જાતકોની આવકમાં વધારો થશે. વેપારમાં લાભ થશે. જૂના રોકાણોમાં સારું વળતર મળશે. માનસિક શાંતિ મળશે, ધનની આવક વધશે. આ સિવાય કાર્યોમાં આવતા અવરોધો દૂર થશે.
આ પણ વાંચોઃ 5 કે 6 જુલાઈ, ક્યારે છે દેવપોઢી અગિયારસ? જાણો પારણાનો સમય અને વ્રતનું મહત્ત્વ
કન્યા રાશિઃ
શનિના વક્રી થવાથી કન્યા રાશિના જાતકો માટે ધન આગમનના નવા માર્ગ ખુલશે. ભૌતિક સુખ-સંપત્તિમાં વૃદ્ધિ થશે. વેપાર-ઉદ્યોગમાં સ્થિતિ સુધરશે. અચાનક ધનલાભનો યોગ બની શકે છે. આ સિવાય સંબંધોમાં આપસી સમજ અને તાલમેલ બહેતર થશે તેમજ સુખ-સુવિધામાં જીવન પસાર થશે.
વૃશ્ચિક રાશિઃ
શનિના વક્રી થવાથી વૃશ્ચિક રાશિના જાતકોની ધન-સંપત્તિમાં વૃદ્ધિનો યોગ બનશે. વેપારમાં વિસ્તાર થશે. માનસિક તણાવથી મુક્તિ મળશે, કાર્યોમાં આવતા અવરોધો દૂર થશે. નોકરિયાત વર્ગને પ્રમોશનની નવી તક મળશે તેમજ ઊર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
ધન રાશિઃ
શનિના વક્રી થવાથી ધન રાશિના જાતકોની પ્રોફેશનલ લાઇફમાં કામની પ્રશંસા થશે. લગ્નજીવન ખુશહાલ બનશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સિવાય આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધંધામાં લાભ થશે અને સ્વાસ્થ્ય પણ એકંદરે સ્વસ્થ રહેશે. મન શાંત રહેશે.