મિથુન-સિંહ સહિત 4 રાશિના જાતકોના ધન, વૈભવ અને પ્રતિષ્ઠામાં થશે વધારો, ચંદ્રની રાશિમાં સૂર્યનું ગોચર
Surya Gochar 2025: સુર્ય ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને જલ્દી પોતાની રાશિ બદલીને ચંદ્રમાની રાશિમાં પ્રવેશ કરવાના છે. યશ, કીર્તિ અને પ્રસિદ્ધિના કારક ગ્રહ સુર્યનું ગોચર 16 જુલાઈની સાંજે 5.17 કલાકે ચંદ્રની રાશિ કર્કમાં થવાનું છે. સુર્યનો કર્ક રાશિમાં પ્રવેશ ચાર રાશિઓ માટે લકી સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે આ કઈ 4 રાશિઓ કઈ છે. જેને સુર્યના ગોચરથી ધન પ્રાપ્તિ, નોકરીમાં બઢતી વગેરેની તક મળી શકે છે.
આ પણ વાંચો: જુલાઈમાં આ 4 રાશિના જાતકો ખાસ સાચવજો! કરિયર અને આર્થિક જીવન પર પડશે ખરાબ પ્રભાવ
મેષ રાશિ
સુર્યનું ગોચરથી મેષ રાશિના જાતકોને લાભ જ લાભ થશે. આ જાતકોને દરેક કાર્યોમાં શુભ ફળ પ્રાપ્ત થશે. જીવનમાં ખુશીઓ આવશે. નોકરી અને વેપાર કરતાં લોકોની પ્રગતિના નવા રસ્તા મળશે. જીવનસાથીનો પુરો સપોર્ટ મળશે. નવા કામ શરુ કરવાનો યોગ્ય સમય હશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને સૂર્ય ગોચરથી શુભ પરિણામ મળશે. બાળકો તરફથી શુભ સમાચાર મળશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. નોકરી-ધંધામાં સફળતાના નવો માર્ગ ખુલશે. અટકેલા પૈસા અચાનક પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ આવી શકે છે. પરિવારના સભ્યોમાં મધુરતા અને સમજણ વધશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને સૂર્ય ગોચરથી વિશેષ લાભ આપનારુ સાબિત થઈ શકે છે. તમને જમીન અને વાહનનું સુખ મળી શકે છે. તમે કારકિર્દીમાં મોટી સિદ્ધિઓ મેળવી શકો છો. પૈતૃક સંપત્તિ મેળવી શકો છો. લગ્નજીવનમાં પ્રેમ વધશે. ભાઈ-બહેનો વચ્ચે નાણાકીય વિવાદો સમાપ્ત થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામ મળી શકે છે.
આ પણ વાંચો: ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, માતાજીની કૃપા પ્રાપ્ત કરવા ઘરે જ કરો આ ઉપાય
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને સૂર્ય ગોચરથી દરેક દિશામાંથી સફળતા મળી શકશે. ધન - સંપત્તિમાં વૃદ્ધિના નવા રસ્તા ખુલશે. આવકના નવા સાધનો ઉપલબ્ધ થશે. નોકરી-ધંધામાં મોટા લાભ મળી શકશે. તમને સહકાર્યકરોનો સહયોગ મળશે. ભૌતિક સુખ અને સંપત્તિ વધશે અને ઘરમાં બીમાર સભ્યનું સ્વાસ્થ્ય સારું રહેશે.