Get The App

5 કે 6 જુલાઈ, ક્યારે છે દેવપોઢી અગિયારસ? જાણો પારણાનો સમય અને વ્રતનું મહત્ત્વ

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
5 કે 6 જુલાઈ, ક્યારે છે દેવપોઢી અગિયારસ? જાણો પારણાનો સમય અને વ્રતનું મહત્ત્વ 1 - image


Devshayani Ekadashi 2025: દેવપોઢી એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે. ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે અને વિધિપૂર્વક પૂજા કર્યા પછી તેમને પ્રિય ભોગ અર્પણ કરવામાં આવે છે. તેમાં તુલસીના પાન જરુર મુકવામાં આવે છે. આ વખતે દેવપોઢી એકાદશીની તિથિ અંગે મૂંઝવણ છે.  દેવપોઢી એકાદશીનું વ્રત 5 જુલાઈ છે કે 6 જુલાઈ?

આ પણ વાંચો: મિથુન-સિંહ સહિત 4 રાશિના જાતકોના ધન, વૈભવ અને પ્રતિષ્ઠામાં થશે વધારો, ચંદ્રની રાશિમાં સૂર્યનું ગોચર

દેવપોઢી એકાદશીની સાચી તારીખ કઈ

હિન્દુ પંચાંગ પ્રમાણે ઉદયતિથિને  દેવપોઢી એકાદશી માનવામાં આવે છે. જે દિવસે એકાદશી તિથિનો સૂર્યોદય થાય તે જ દિવસે  દેવપોઢી એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. પંચાંગ પ્રમાણે આ વખતે અષાઢ શુક્લ એકાદશી તિથિ શનિવાર, 5 જુલાઈના રોજ સવારે 6:58 વાગ્યે શરૂ થશે. આ તિથિ 6 જુલાઈ, રવિવારના રોજ રાત્રે 9:14 વાગ્યે સમાપ્ત થશે.

6 જુલાઈએ દેવપોઢી એકાદશીનું વ્રત રાખવામાં આવશે

5 જુલાઈએ સૂર્યોદય સમયે દશમની તિથિ હશે, જેના કારણે આ દિવસે  દેવપોઢી એકાદશીનું વ્રત રાખવામાં આવશે નહીં. 6 જુલાઈના રોજ સવારે 5.29 વાગ્યે એકાદશી તિથિનો પ્રારંભ થશે. તેથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે 6 જુલાઈના રોજ  દેવપોઢી એકાદશીનું વ્રત રાખવામાં આવશે. 

દેવપોઢી એકાદશીનો શુભ સમય

બ્રહ્મ મુહૂર્ત: 04:08 AM થી 04:48 AM

અભિજિત મુહૂર્ત: 11:58 AM થી 12:54 PM

અમૃત કાલ: 12:51 PM થી 02:38 PM

વિજય મુહૂર્ત: બપોરે 02:45 PM થી 03:40 PM

નિશિતા મુહૂર્ત:         7મી જુલાઈના રોજ 12:06 AM થી 12:46 AM

દેવપોઢી એકાદશી 4 શુભ યોગ

આ વખતે  દેવપોઢી એકાદશીના દિવસે 4 શુભ યોગનો સંયોગ થઈ રહ્યો છે. દેવપોઢી એકાદશી પર રવિ યોગ, ત્રિપુષ્કર યોગ, સાધ્ય યોગ અને શુભ યોગ રચાઈ રહ્યા છે. આવો જાણીએ કે આ બધા યોગો ક્યારે બની રહ્યા છે. 

સાધ્ય યોગ:          સવારથી 09:27 PM સુધી

શુભ યોગ:            7 જુલાઈના રોજ રાત્રે 09:27 થી 10:03 PM સુધી

રવિ યોગ:            05:56 AM થી 10:42 PM સુધી

ત્રિપુષ્કર યોગ:      09:14 AM થી 10:42 PM સુધી

આ પણ વાંચો: જુલાઈમાં આ 4 રાશિના જાતકો ખાસ સાચવજો! કરિયર અને આર્થિક જીવન પર પડશે ખરાબ પ્રભાવ

દેવપોઢી એકાદશીના પારણા 

દેવપોઢી એકાદશી વ્રતના પારણા 7 જુલાઈ, સોમવારના રોજ ઉજવવામાં આવશે. તે દિવસે પારણાનો સમય સવારે 05:29 AM થી 08:16 AM સુધીનો છે. એકાદશી વ્રતનું પારણુ  બારસના રોજ પૂર્ણ થાય છે. બારસની તિથિ 7 જુલાઈના રોજ રાત્રે 11:10 PM વાગ્યે પૂર્ણ થાય છે.

દેવપોઢી એકાદશીનું ધાર્મિક મહત્ત્વ

દેવપોઢી શબ્દ પરથી જ જાણી શકીએ છીએ કે, તેનો અર્થ દેવતાઓનું શયન. દેવપોઢી એકાદશીએ ભગવાન યોગ નિદ્રામાં જતા રહે તે એકાદશી. આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. પછી દેવઉઠની એકાદશીના દિવસે તેઓ યોગ નિદ્રામાંથી બહાર આવે છે. આ 4 મહિનાને ચાતુર્માસ પણ કહેવામાં આવે છે, આ સમયગાળામાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ સમયગાળામાં ભગવાન વિષ્ણુની પૂજા ફળદાયી રહે છે

Tags :