Astro

નોકરી, પૈસા અને પ્રગતિ... આ રાશિના જાતકો માટે શનિ જયંતિ શુભ સાબિત થશે!

By GS Team
8 May 20263 mins read
TukuTouch Logo
આ વર્ષે શનિ જયંતિ આગામી 16 મે 2026ના શનિવારના રોજ બનશે. અગત્યની વાત એ છે કે આ વખતે શનિ જયંતિ શનિવાર પર આવે છે, એટલે જ્યોષિત અનુસાર તેને બહુ ખાસ સંયોગ માનવામાં આવે છે. આ ઉપરાંત, શનિ જયંતિના દિવસે અન્ય યોગ પણ બની રહ્યા છે. જેમાં ચંદ્રનું ગોચર, અમાવસ્યા તિથિ, શોભન યોગ અને ભરણી નક્ષત્રના સંયોગનો સમાવેશ થાય છે. આ દુર્લભ સંયોગ શનિ જયંતિ પર આશરે 15 વર્ષ પછી બની રહ્યો છે. પંચાંગ અનુસાર, શનિ જયંતિમાં આખો દિવસ અમાવસ્યા તિથિનો પ્રભાવ રહેશે. જ્યારે સાંજે ચંદ્ર રાશિ પરિવર્તન કરશે અને રાત્રે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. એટલાં માટે આ દિવસને જ્યોતિષ પ્રમાણે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ ખાસ સંયોગની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ મિથુન, વૃષભ સહિત 4 મુખ્ય રાશિના જાતકોમાં નોકરી, પૈસા અને પ્રગતિને લઈને આવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નોકરી, પૈસા અને પ્રગતિ... આ રાશિના જાતકો માટે શનિ જયંતિ શુભ સાબિત થશે!

Shani Jayanti 2026 : આ વર્ષે શનિ જયંતિ આગામી 16 મે 2026ના શનિવારના રોજ બનશે. અગત્યની વાત એ છે કે આ વખતે શનિ જયંતિ શનિવાર પર આવે છે, એટલે જ્યોષિત અનુસાર તેને બહુ ખાસ સંયોગ માનવામાં આવે છે. આ ઉપરાંત, શનિ જયંતિના દિવસે અન્ય યોગ પણ બની રહ્યા છે. જેમાં ચંદ્રનું ગોચર, અમાવસ્યા તિથિ, શોભન યોગ અને ભરણી નક્ષત્રના સંયોગનો સમાવેશ થાય છે. આ દુર્લભ સંયોગ શનિ જયંતિ પર આશરે 15 વર્ષ પછી બની રહ્યો છે. પંચાંગ અનુસાર, શનિ જયંતિમાં આખો દિવસ અમાવસ્યા તિથિનો પ્રભાવ રહેશે. જ્યારે સાંજે ચંદ્ર રાશિ પરિવર્તન કરશે અને રાત્રે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. એટલાં માટે આ દિવસને જ્યોતિષ પ્રમાણે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ ખાસ સંયોગની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ મિથુન, વૃષભ સહિત 4 મુખ્ય રાશિના જાતકોમાં નોકરી, પૈસા અને પ્રગતિને લઈને આવી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે શનિ જયંતિની ઋતુ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સંયોગ બનવાથી છેલ્લા કેટલાક સમયથી નાણાકીય મુશ્કેલીઓ સામે હવે પરિસ્થિતિમાં સુધારો આવશે. રોકાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. ભૂતકાળના રોકાણોમાંથી પણ લાભ મળી શકે છે અને બચત વધારવાની તકો ઊભી થવાની શક્યતા છે. કાર્ય અને વ્યાવસાયિક જીવનની પરિસ્થિતિમાં પણ પહેલા કરતાં સુધારો થવાની શક્યતા છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નવા સંપર્કોનો લાભ મળી શકે છે. જ્યારે પગારદાર વ્યાવસાયિકો તેમની મહેનતના સકારાત્મક પરિણામો મળશે. વધુમાં, પરિવારમાં વાતાવરણ પહેલા કરતાં વધુ શાંત અને સુમેળભર્યું રહેવાની અપેક્ષા છે.

મિથુન રાશિ 

શનિ જયંતિથી મિથુન રાશિના જાતકોને કરિયરમાં લાભ થવાના યોગ છે. જેમાં ઓફિસમાં કામના વખાણ થશે અને ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ કામથી ખુશ દેખાશે. નવી જવાબદારી કે પ્રમોશન મળવાની સંભાવના છે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને સારી તક મળી શકે છે. જ્યારે વ્યાપાર કરનારા માટે પણ આ સમય સારો છે. લાંબા સમયથી અટવાયેલા કામો પૂરા થશે અને આર્થિક સ્થિતિમાં પણ ધીરે-ધીરે સુધારો થશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ સમય રાહતભર્યો માનવામાં આવે છે. જેમાં લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. ખાસ કરીને જમીન, મકાન કે કોર્ટ-કચેરીથી જોડાયેલા મામલામાં સકારાત્મક સમાચાર મળી શકે છે. આ દરમિયાન આત્મવિશ્વાસ વધશે. નોકરી અને ધંધામાં બંનેમાં સ્થિતિ સારી થશે. પરિવાર સાથે ગાઢ સંબંધો થશે. માનસિક તણાવમાં પણ ઘટાડો થશે.

આ પણ વાંચો: 5 દિવસ બાદ બુધ કૃતિકા નક્ષત્રમાં કરશે એન્ટ્રી, આ રાશિના જાતકોએ સહન કરવું પડશે નુકસાન

ધનુ રાશિ

શનિ જયંતિ ધનુ રાશિ માટે પણ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન ધનુ રાશિના જાતકોને કિસ્મત સાથ આપશે. લાંબા સમયથી રોકાયેલા કામો સરળતાથી પૂરા થઈ શકશે. અચાનક ધન લાભના યોગ છે. નોકરી કે ધંધામાં નવા અવસર મળી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વધુ ધ્યાન રહેશે. કોઈ યાત્રાનું પ્લાન બની શકે છે. આ સમય દરમિયાન ધનુ રાશિના જાતકો પોતાને પહેલાથી વધુ સકારાત્મક અને ઉર્જાવાન મહેસુસ કરશે.