| Image AI |
Seeing a Funeral Procession : કેટલીકવાર આપણે કોઈ ખાસ કામ અર્થે ઘરથી નીકળતા જ થોડેક દૂર રસ્તામાં કોઈની અંતિમયાત્રા અથવા પાર્થિવ દેહ જોવા મળે છે. તો મનમાં એક પ્રશ્ન થાય કે, જે કામ માટે હું જઈ રહ્યો છું, તે પૂર્ણ થશે કે નહીં, અથવા આ એક અશુભ સંકેત તો નથીને... આવા પ્રશ્નોના જવાબ જ્યોતિષશાસ્ત્ર, શુકન વિજ્ઞાનમાં જોવા મળે છે. હકીકતમાં શુકન વિજ્ઞાનમાં આવી તમામ બાબતોને લઈને શુકન અને અશુભ શુકન વિશે સમજાવવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : તુલસી પાસે ભૂલથી પણ ના રાખશો આ વસ્તુઓ, નહીંતર ઘરમાં આવી શકે છે આર્થિક નુકસાન
પાર્થિવ દેહ જોવો એ એક શુભ સંકેત છે
શુકન શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે રસ્તા પર પાર્થિવ દેહ જોવો એ એક શુભ સંકેત છે. તે તમારા કાર્યમાં સફળતા અને સુખદ ભવિષ્ય સૂચવે છે. જો તમે પૂર્વ કે ઉત્તર તરફ મુસાફરી કરી રહ્યા છો અને પાર્થિવ દેહ જુઓ છો, તો તેને જીવનમાં નવી શરૂઆતનો સંકેત માનવામાં આવે છે. જો કે, જો પાર્થિવ દેહ દક્ષિણ તરફ જઈ રહ્યો હોય, તો મૌન શ્રદ્ધાંજલિ આપીને આગળ વધવું શુભ છે. એક દંતકથા પ્રમાણે ભગવાન શિવના લગ્નની શોભાયાત્રા પહેલાં એક પાર્થિવ દેહ પસાર થાય છે, જે તેને શુભ સંકેત બનાવે છે.
પાર્થિવ દેહ જોવા મળે તો શું કરવું?
માન્યતાઓ પ્રમાણે અંતિમયાત્રા જોતાની સાથે જ એક થોડીક ક્ષણ માટે ઊભા રહી જાઓ, અને મનોમન ભગવાનને યાદ કરો અને શાંત મન રાખો. આ સમય દરમિયાન, 'રામ નામ સત્ય હૈ' નો જાપ કરીને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. સાથે જ, તમારા દિવસની શરૂઆત સારા કાર્યોથી કરવાનો સંકલ્પ કરો. જો તમારું મન ભટકવા લાગે, તો 'ઓમ નમો નારાયણાય' અથવા 'ઓમ નમઃ શિવાય' નો ત્રણ વખત જાપ કરો, જે તમારા મનને શાંતિ આપશે અને તમારુ કાર્ય સફળ થશે. વધુમાં તમે અંતિમયાત્રા સાથે થોડા પગલાં ચાલી શકો છો.
અંતિમયાત્રા તમને તમારુ કર્મ સુધારવા માટે પ્રેરણા આપે છે
એવું માનવામાં આવે છે કે, શબ અથવા અંતિમયાત્રા જોવાથી તમને જીવન નશ્વર હોવાની યાદ અપાવે છે. આ દૃશ્ય તમને તમારુ કર્મ સુધારવા, સત્ય બોલવા અને અન્ય લોકોને મદદ કરવા પ્રેરણા આપે છે. તેથી, શાસ્ત્રો તેને ભય નહીં, આત્મનિરીક્ષણનો અવસર માને છે. તેને જીવનના સત્યનું સકારાત્મક પ્રતીક પણ માનવામાં આવે છે, અને એવું માનવામાં આવે છે કે મૃત વ્યક્તિ તમારા દુ:ખ અને કષ્ટને પોતાની સાથે લઈ જાય છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી આધારિત છે. ગુજરાત સમાચાર તેની પુષ્ટિ કરતું નથી.


