Get The App

દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત આ 4 રાશિના જાતકોને વિશેષ લાભ

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત આ 4 રાશિના જાતકોને વિશેષ લાભ 1 - image

Dev uthai Ekadashi 2025: દેવઊઠી અગિયારસ આ વખતે શનિવાર, 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીને દેવઊઠી અગિયારસ કે દેવ પ્રબોધિની અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશીથી તમામ માંગલિક કાર્યો જેવા કે, લગ્ન સંસ્કાર, મુંડન સંસ્કાર વગેરે જેવા તમામ શુભ કાર્યોની શરુઆત થાય છે અને ચાર મહિનાના ચાતુર્માસનું સમાપન થાય છે. 

આ પણ વાંચો: 2 નવેમ્બરના રોજ બનશે શક્તિશાળી માલવ્ય રાજયોગ, આ ત્રણ રાશિના જાતકો થશે માલામાલ

આ વર્ષે  દેવઉઠી એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે, આ દિવસે એક ખાસ યોગ બની રહ્યો છે. હકીકતમાં, આ દિવસે રવિ યોગ અને રુચક મહાપુરુષ રાજયોગનું સંયોગ બની રહ્યો છે. દેવઊઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ લગભગ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગે છે. જે કેટલીક રાશિઓ પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરશે. 

1. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આર્થિક રીતે લાભદાયક સમય આવી શકે છે. અચાનક નાણાકીય લાભ મળવાની શક્યતા છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં કોઈ સારા સમાચાર આવી શકે છે. ખુશીઓ સાથે નવા દિવસની શરુઆત થશે. 

2. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને વ્યવસાયમાં પ્રગતિના સંકેતો દેખાઈ રહ્યા છે. આ સાથે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. આ સમય આર્થિક રીતે ખૂબ જ અનુકૂળ રહેશે. તમે કોઈ નવો પ્રોજેક્ટ અથવા કાર્ય શરુ કરવાની હિંમત એકઠી કરી શકો છો. તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.

3. વૃશ્ચિક રાશિ

દેવઊઠી એકાદશી વૃશ્ચિક રાશિના જાતકો માટે ભાગ્ય પ્રબળ થશે. કરિયરમાં પ્રગતિ અને સમ્માન મળવાની શક્યતા છે. આ સમય રોકાણ માટે શુભ સાબિત થશે. નાણાકીય રીતે તમારી પરિસ્થિતિ પહેલા કરતાં વધુ સ્થિર અને મજબૂત બનશે.

આ પણ વાંચો: વાસ્તુની સૌથી મહત્ત્વપૂર્ણ 5 ટિપ્સ: પરિવારના ભાગ્યના દ્વાર ખુલશે, ઘરમાં બની રહેશે ખુશહાલી

4. કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ સમય અનેક સિદ્ધિઓથી ભરેલો રહેશે. મોટાભાગના પ્રયાસો સફળ થશે. સમાજમાં માન- સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વૈવાહિક જીવનમાં સંવાદિતા અને પ્રેમ વધશે. આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પ્રગતિ અને સફળતા લાવશે.

Tags :