Get The App

તુલસી પાસે ભૂલથી પણ ના રાખશો આ વસ્તુઓ, નહીંતર ઘરમાં આવી શકે છે આર્થિક નુકસાન

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
તુલસી પાસે ભૂલથી પણ ના રાખશો આ વસ્તુઓ, નહીંતર ઘરમાં આવી શકે છે આર્થિક નુકસાન 1 - image

Tulsi Vivah 2025: આ વર્ષે તુલસી-શાલિગ્રામ વિવાહ 2 નવેમ્બરના રોજ થશે. હિન્દુ પંચાંગ પ્રમાણે કારતક મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિએ તુલસી વિવાહનું પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના પરંપરાગત રીતે લગ્ન થાય છે. એવું કહેવાય છે કે,  જે વ્યક્તિ આ દિવસે તુલસી વિવાહ કરે છે, તેના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ સાથે તુલસી વિવાહના દિવસે વાસ્તુ સંબંધિત કેટલીક બાબતોમાં ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જરુરી છે. 

આ પણ વાંચો: દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત આ 4 રાશિના જાતકોને વિશેષ લાભ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે, ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. તુલસીનો છોડ ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તે ઘર અને તેના સભ્યોનું રક્ષણ કરે છે, તેમને દરેક વિપત્તિથી બચાવે છે. તો ચાલો જાણીએ કે તુલસી વિવાહના દિવસે તુલસી પાસે કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.

1. તુલસીને શિવલિંગથી દૂર રાખો

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તુલસી અને શિવલિંગને એકસાથે ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડ પાસે શિવલિંગ રાખવું પાપ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે, ભગવાન શિવે તુલસીના પતિ શંખચુડનો વધ કર્યો હતો, અને તેથી તુલસી અને શિવલિંગની એકસાથે પૂજા કરવામાં આવતી નથી. તેથી શિવલિંગ પર જળ ચઢાવવા માટે શંખનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી.

2. તુલસી પાસે જૂતા અને ચંપલ ન રાખો 

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તુલસી પાસે જૂતા-ચંપલ રાખવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરમાં નાણાકીય સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે. તુલસી દેવી લક્ષ્મીનું નિવાસસ્થાન છે, અને તેને જૂતા અને ચંપલ પાસે રાખવાથી તેની પવિત્રતાનો ભંગ થાય છે. તેથી, તુલસીને હંમેશા પવિત્ર અને સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ.

3. તુલસીની પાસે સાવરણી રાખવાનું ટાળો

શાસ્ત્રો પ્રમાણે તુલસીના છોડ પાસે સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. સાવરણીનો ઉપયોગ ઘર સાફ કરવા માટે થાય છે, અને તેને તુલસીની નજીક રાખવાથી તુલસીનો અનાદર થાય છે. જેથી ઘરમાં નાણાકીય સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તુલસીના છોડને પવિત્ર જગ્યાએ રાખી તેની પૂજા અને સંભાળ રાખવી જોઈએ. 

આ પણ વાંચો: 2 નવેમ્બરના રોજ બનશે શક્તિશાળી માલવ્ય રાજયોગ, આ ત્રણ રાશિના જાતકો થશે માલામાલ

4. તુલસીની નજીક કાંટાવાળા છોડ ન વાવવા

વાસ્તુ પ્રમાણે તુલસીની નજીક કાંટાવાળા છોડ ન મૂકવા જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં ગરીબી અને ઝઘડા વધી શકે છે. જો તમે ગુલાબનો છોડ રાખવા માંગતા હો, તો તેને તુલસીથી દૂર રાખો, જેમ કે ગુલાબનો છોડ પણ કાંટા હોય છે તેથી તે પણ ન રાખી શકાય.


Tags :