Get The App

29 માર્ચથી શનિ ગ્રહનું મીન રાશિમાં ભ્રમણ : જાણો તમામ રાશિ પર શું થશે અસર

Updated: Mar 22nd, 2025

GS TEAM


Google News
Google News
29 માર્ચથી શનિ ગ્રહનું મીન રાશિમાં ભ્રમણ : જાણો તમામ રાશિ પર શું થશે અસર 1 - image


Shani transits in Pisces from March 29: આગામી 29 માર્ચના રોજથી ન્યાયના કારક ગ્રહ શનિદેવ મીન રાશિમાં ભ્રમણ કરશે, જેના કારણે તમામ રાશિના લોકો પર તેની અસર જોવા મળશે. ત્યારે આવો જાણીએ કઈ રાશિના લોકો પર તેની શું અસર થશે.

આ પણ વાંચો : આ ત્રણ રાશિના જાતકો ખાસ સાચવજો, એક વર્ષ સુધી મિથુનમાં ગોચર કરશે 'ગુરુ'

શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહમાં સૌથી ધીમી ગતિ એ ભ્રમણ કરે છે જે અનુસાર એક રાશિમાં લગભગ અઢી વર્ષ ભ્રમણ કરતા હોય છે, જ્યોતિષાચાર્ચ ડો. હેમિલ પી લાઠિયાના મતે હાલ શનિ કુંભ રાશિ માંથી તા. 29/03/2025 ના રોજ મીન રાશીમા પ્રવેશ કરશે જે તા.3/06/2027 સુધી ભ્રમણ કરશે. 

કોની પનોતી પૂર્ણ થશે કોની શરૂ થશે

કર્ક અને વૃશ્ચિક રાશીના લોકોની નાની પનોતી અઢી વર્ષની અને મકર રાશિને સાડાસાતી પૂર્ણ થશે. તો સિંહ અને ધન રાશિને અઢી વર્ષની નાની પનોતી શરૂ થશે. જ્યારે કુંભ રાશિને સાડાસાતીનો ત્રીજો તબ્બકો અને મીન રાશિને સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે, તો મેષ રાશિને સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે.

કઈ રાશિના લોકો પર શું અસર થશે-

શનિનું ભ્રમણ દરેક રાશિના પાયાના અને ફલાદેશના આધારે ગણતરીમા લેવાતું હોય છે, જે મુજબ મીન રાશિના શનિના ભ્રમણ મુજબ :

  • વૃષભ, તુલા, મીન રાશિને સોનાનો પાયો,
  • મિથુન, કન્યા, મકર રાશિને તાંબાનો પાયો
  • કર્ક, વૃશ્ચિક, કુંભ રાશિને ચાંદીનો પાયો,
  • મેષ, સિંહ, ધન રાશિને લોઢાનો પાયો ગણતરીમા આવશે

કુંડળીમાં ગ્રહોની સ્થિતિ-દશા પણ ધ્યાનમાં લેવી હિતાવહ

શનિની પનોતીમાં કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે. લોકોને શનિદેવનો એટલો ડર છે કે તેમને એવું લાગે છે કે શનિની પનોતી દરમિયાન ધનોત પનોત નીકળી જાય, પરંતુ દરેક કિસ્સામાં આવું નથી હોતું

પનોતી કાયમ ખરાબ ફળ નથી આપતી

ભારતની આંતર રાષ્ટ્રીય ક્ષેત્રની સ્પર્ધામાં એક યુવતીને શનિની પનોતીમાં જ સ્પર્ધામાં વિજય મળેલો. ગુજરાતના એક નેતા શનિની સાડાસાતી દરમિયાન બે વાર ધારાસભ્ય અને બે વાર મુખ્યમંત્રી બન્યા હતા. અનેક ઉદાહરણ જોવા મળી જાય છે કે શનિની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરીમાં પ્રમોશન, સારી ફેર બદલી, કામમાં પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા પણ કાર્ય થયા હોય છે. માટે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે, કેમકે આપણે શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છે જે રાજાને રંક અને રંકને રાજા પણ બનાવે છે, જે કર્મ આધીન હોય છે.

આ પણ વાંચો : શનિવારે અમાસ અને સૂર્યગ્રહણ: આ 5 રાશિના જાતકોને થશે અઢળક ધનલાભ

બાર રાશી પર એક સામાન્ય ફળકથન

મેષ : ધીરજ રાખવી, ઉશ્કેરાટથી બચવું, કોઈપણ નવીન કાર્ય માટે આયોજન અને માર્ગદર્શન લેવું હિતાવહ છે, નોકરી વ્યવસાય ઘરમાં સારી ફેરબદલી પણ સંભવિત છે

વૃષભ : મહેનત મુજબ ફળ મળશે કામકાજમાં સહયોગ મળે કોઈ અંગત પ્રશ્નો માટે સમાધાનકારી વલણ રાખશો તો કાર્ય પણ થઈ શકશે

મિથુન : કામકાજમાં પ્રગતિ કરાવે, જાહેર જીવનમાં વ્યવહારુ બનીને રહેવું, જીવનસાથી સાથે દલીલ ન કરવી.

કર્ક : ધીરેધીરે કામકાજમાં પ્રગતિ થાય, મતભેદ ભૂલવાની તક મળે, આરોગ્ય બાબત સારો સુધારો જોવા મળે, કોઈ તણાવ રહેતો હોય તે ઓછો થાય અને થોડી શાંતિ મળે

સિંહ : ઉશ્કેરાટ ન રાખવો, વાતચીતમાં ધ્યાન રાખવું, નોકરી વ્યવસાય કે રહેઠાણમાં પણ ફેરબદલી થઈ શકે ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવું.

કન્યા : અંગત પ્રશ્નનું સમાધાન થાય, મનમાં કોઈ વાતની શાંતિનો અનુભવ થાય સાથે જ સહયોગ, સમાધાન રાખશો તો સારા કાર્ય પણ થઈ શકશે.

તુલા : સંબંધ સુધારવાની તક મળે, વાસ્તવિકતા સ્વીકારવી લાભદાયક બને, સેવા કાર્ય પણ થાય તેનો સંતોષ જોવા મળે.

વૃશ્ચિક : ધીરજ રાખી કાર્ય કરવાથી કાર્ય ધીરેધીરે આગળ વધે, અટકેલા કાર્ય માટે પ્રયત્ન કરવાથી પણ કાર્ય આગળ વધે, કોઈ પસંદગીની ખરીદી થાય.

ધન : ધીરજ, શાંતિ રાખવી, વાર્તાલાપમાં ક્યાંય ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, દલીલ, જીદ ન કરવી હિતાવહ છે.

મકર : રાહત અને શાંતિની લાગણી અનુભવાય, તમારી લાગણી અને કામકાજની કદર થાય ઉતાવળ વૃત્તિ ન થાય તેનું ધ્યાન રાખવું

કુંભ : આરોગ્ય અને આર્થિક બાબતમાં સુધારો આવે કામકાજમાં મહેનત વધુ કરવાથી કામકાજનું ફળ મળે, શાંતિ જાળવવી.

મીન : આરોગ્ય બાબત તકેદારી રાખવી, અતિ ઉત્સાહ, અતિ વિશ્વાસ ન રાખવો, ગેરસમજથી બચવું અને વિવાદ ખટપટથી દુર રહેવું.

ઉપાય : દરરોજ ભાગવાન શિવનું જપ કરવું અને હનુમાન ચાલીસાના પાઠ કરવા હિતાવહ રહેશે.

Tags :