આ ત્રણ રાશિના જાતકો ખાસ સાચવજો, એક વર્ષ સુધી મિથુનમાં ગોચર કરશે 'ગુરુ'
Image: Freepik
Guru Gochar 2025: ગુરુ ગ્રહ 1 વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. વર્ષ 2025માં ગુરુ મે મહિનામાં ગોચર કરવા જઈ રહ્યા છે. ગુરુનું ગોચર 3 રાશિના જાતકો માટે ભારે કષ્ટદાયી સાબિત થઈ શકે છે. 14 મે 2025એ ગુરુ ગોચર કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં છે. મેમાં તે રાશિ બદલીને બુધની રાશિ મિથુનમાં ગોચર કરશે. પછી આગામી 1 વર્ષ સુધી તે મિથુનમાં જ સંચરણ કરશે.
અતિચારી થશે ગુરુ
ગુરુનું મિથુન રાશિમાં પ્રવેશ અમુક રાશિઓ માટે મુશ્કેલીઓ વધારી શકે છે કેમ કે આનાથી ગુરુની ગતિ ત્રણ ગણી વધી જશે. જ્યોતિષમાં આને અતિચારી કહેવામાં આવે છે.
મિથુન રાશિ
ગુરુ ગોચર મિથુન રાશિમાં થઈ રહ્યું છે. આને આ રાશિના જાતકો માટે શુભ કહેવાશે નહીં. ગુરુ મિથુન રાશિના જાતકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ બંનેમાં સમસ્યાઓ આપી શકે છે. ધન હાનિ થઈ શકે છે. કરિયરમાં નિષ્ફળતા કે નુકસાન વેઠવું પડી શકે છે.
આ પણ વાંચો: ભગવાન શ્રીરામ ચિત્રકૂટમાં રોજ કરે છે વિશ્રામ, અહીં છુપાયેલો છે મોક્ષનો માર્ગ
મકર રાશિ
ગુરુ ગોચર મકર રાશિના આરોગ્ય માટે સારું કહી શકાય નહીં. શ્રેષ્ઠ એ છે કે આ લોકો પોતાના આરોગ્યનું ધ્યાન રાખે. સાથે જ અનૈતિક કાર્ય ના કરો નહીંતર માનહાનિ થઈ શકે છે.
ધન રાશિ
ગુરુ ગોચર ધન રાશિના જાતકોના જીવનમાં પડકારો આપી શકે છે. તમને ધનનું નુકસાન થઈ શકે છે. રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ ના કરો. વાણી પર સંયમ રાખો. કોઈ બીમારી કે ઈજાના શિકાર થઈ શકો છો. તમારી પર શનિની ઢૈય્યા પણ રહેશે તેથી આ સમયે સાવધાની રાખવી.