શનિ-બુધની વિપરિત ચાલ આ રાશિના જાતકોને ભારે પડશે, આર્થિક નુકસાનની શક્યતા!
Shani Vakri: જુલાઈ મહિનામાં શનિ અને બુધ પોતાવની ચાલ બદલવાના છે. હકીકતમાં, આ મહિને શનિ અને બુધ વક્રી એટલે કે, ઉંધી ચાલ ચાલશે. પંચાંગ અનુસાર, શનિ 13 જુલાઈ એટલે કે, આજે મીન રાશિમાં ઉંધી ચાલ ચાલશે અને બુધવાર 18 જુલાઈ સુધી કર્ક રાશિમાં વક્રી રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિને કર્મફળદાતા કહેવામાં આવે છે અને બુધને બુદ્ધિ અને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, બુધ-શનિની વક્રી એટલે ઉંધી ચાલ અમુક રાશિના જાતકો માટે અશુભ સાબિત થઈ શકે છે. જેનાથી તેમના જીવનમાં આર્થિક સંકટ પણ આવી શકે છે.
આ પણ વાંચોઃ આજે શનિ-ગુરુનો દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!
સિંહઃ
બુધ અને શનિની વક્રી એટલે ઉંધી ચાલથી સિંહ રાશિના જાતકોને સાવધાન રહેવાની જરૂર છે. તેમણે પોતાના નિર્ણયો સમજી વિચારીને લેવા. નહીંતર તેઓ મુશ્કેલીમાં ફસાઇ શકે છે. આ સિવાય કોઈ સાથે પૈસાની લેતી-દેતી ન કરવી.
તુલાઃ
બુધ-શનિની ઉલટી ચાલ તુલા રાશિના જાતકો માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ સમયે બિઝનેસ સાથે જોડાયેલા કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લેવા નહીંતર આર્થિક નુકસાન થઈ શકે.
વૃશ્ચિકઃ
બુધ અને શનિની ઉંધી ચાલથી વૃશ્ચિક રાશિના જાતકોને સમસ્યા પડી શકે છે. તેથી પોતાના શબ્દો પર સંયમ રાખવો. પરિણીત લોકોના જીવનમાં અણબનાવ આવી શકે છે. આ સિવાય કોઈ નવા વેપારની શરૂઆત ન કરવી.
કુંભઃ
બુધ-શનિની વક્રી દ્રષ્ટિથી કુંભ રાશિના જાતકોના ખર્ચા વધી શકે છે. ઘરનું વાતાવરણ નકારાત્મક બની શકે છે. આ સિવાય કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા વધી શકે છે.