આજે શનિ-ગુરુનો દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!
Image: Freepik |
Astrology: આ વર્ષે ધાર્મિક દ્રષ્ટિની સાથોસાથ શ્રાવણનો મહિનો જ્યોતિષી દ્રષ્ટિકોણથી પણ ખૂબ ખાસ માનવામાં આવે છે. આ મહિનો શિવ ભક્તોના જીવનમાં ખાસ બદલાવ આવવાનો છે. માનવામાં આવે છે કે, આ મહિનો ભોળાનાથની શ્રદ્ધા-ભાવ સાખે પૂજા કરવાથી મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
શનિ ચાલશે ઊંધી ચાલ
આ વર્ષે શ્રાવણ મહિનો 11 જુલાઈથી શરૂ થવાનો છે અને 9 ઓગસ્તે પૂરો થશે. શ્રાવણ શરૂ થયાના બે દિવસ પહેલાં દેવગુરૂ બુઘનો ઉદય થશે અને 13 જુલાઈથી શનિ પોતાની ઊંધી ચાલ ચાલશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગૂરૂ અને શનિના આ ખાસ યોગને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે, આવો સંયોગ આશરે 500 વર્ષ બાદ બની રહ્યો છે. શ્રાવણમાં શનિ-ગુરૂનો આ સંયોગ અમુક રાશિ માટે ખૂબ જ લકી સાબિત થઈ શકે છે. એવામાં ચાલો જાણીએ આ ખાસ રાશિઓ વિશે.
વૃષભઃ
આ ખાસ સંયોગથી વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. આવકમાં વધારો થશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે.
આ પણ વાંચોઃ મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, સુખ-સમૃદ્ધિ દાતા ગુરુ થશે ઉદિત
મિથુનઃ
શનિ-ગુરૂના આ યોગથી મુથુન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. જૂના અટકેલા કામો પૂરા થશે. કારકિર્દી-કારોબારમાં સફળતા મળશે. પ્રેમી સાથે સંબંધ મજબૂત બનશે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. નવા વાહન અથવા ઘર ખરીદવાનો યોગ બનશે. દેવામાંથી મુક્તિ મળશે અને પારિવારિક માહોલ ખુશનુમા રહેશે.