મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, સુખ-સમૃદ્ધિ દાતા ગુરુ થશે ઉદિત
Jupiter Transit 2025 : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગુરુ ગ્રહ 9 જુલાઈએ મિથુન રાશિમાં ઉદય થવાના છે. જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાતોના મતે કોઈ પણ ગ્રહનો ઉદય થવું વિશેષ પ્રભાવી હોય છે. તો ગુરુના ઉદયની અસર તમામ ગ્રહોથી લઈને દરેક જાતકોના જીવન પર પણ પડે છે. ગુરુ 12 વર્ષ પછી મિથુન રાશિમાં ઉદય થઈ રહ્યા છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે કરિયરમાં પ્રગતિની સંભાવના છે. વ્યવસાય કરતાં લોકોને સારો નફો મળવાની આશા છે. ઘર- પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ વધશે અને લગ્નજીવનમાં પ્રેમ અને સુખમાં વધારો થશે.
સિંહ રાશિ
ભાગ્યનો સાથ મળશે તેમજ કરિયરમાં પ્રગતિ થશે. નોકરી કરતાં લોકોને આવકમાં વધારો થઈ શકે છે. જાતકોને દરેક કાર્યોમાં સફળતા મળશે. આર્થિક લાભની કોઈ નવી તક મળી શકે છે, જેથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
આ પણ વાંચો: ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો શું છે કારણ
તુલા રાશિ
વેપારીઓ માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે. તમારા કામની નોંધ લેવાય તેમજ લોકો તમારી પ્રતિભાને ઓળખશે, જે તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે ગુરુનો ઉદય થવું લાભકારી સાબિત થઈ શકે છે. તમારા અધુરા કામ પુરા થશે અને સ્વાસ્થ્યમાં સુધારો આવશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને સમ્માનમાં વધારો થશે. જેથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે.
મીન રાશિ
ગુરુના ઉદય થવાથી મીન રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. નવા પ્રોજેક્ટ્સ અને કાર્યોની શરુઆત માટે અનુકૂળ છે. તમારો લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખવું જરુરી છે તેમજ તેને પ્રાપ્ત કરવા માટે થોડી મહેનત કરવાની જરુર પડશે.