Astro

વાંચો તમારું 23 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય

By GS Team
22 Sep 20222 mins read
This article was originally published on 22 Sep 2022
વાંચો તમારું 23 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય

મેષ : આપની બુદ્ધિ- અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. આપના કામનો ઉકેલ આવવાથી આનંદ થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃષભ : હૃદય-મનની વ્યગ્રતા, બેચેનીના લીધે કામમાં મન લાગે નહીં. આપના કામમાં પ્રતિકૂળતા જણાય, મિત્રવર્ગની ચિંતા રહે.

મિથુન : સહ કાર્યકર વર્ગ- નોકર ચાકર વર્ગના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંયુક્ત ધંધામાં સાનુકૂળતા રહે.

કર્ક : આપના કામની સાથે વ્યવહારિક- કૌટુંબિક કામકાજ જણાય, ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય, બેંકના શેરોના કામમાં સાનુકૂળતા રહે.

સિંહ : આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ કરી શકો. જાહેર ક્ષેત્રના કામમાં રાજકીય સરકારી કામમાં દોડધામ વ્યસ્તતા રહે.

કન્યા : કોર્ટ- કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. આપની ભૂલના લીધે આપની તકલીફ દોડધામમાં વધારો થાય, ખર્ચ જણાય.

તુલા : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. પુત્ર- પૌત્રાદિકના સાથ સહકારથી કામનો ઉકેલ લાવી શકો વાણીની મીઠાશથી કામ થાય.

વૃશ્ચિક : નોકરી- ધંધાના કામ અંગે વ્યસ્તતા દોડધામ અનુભવાય સંયુક્ત ધંધામાં ભાઈ ભાંડુ વર્ગનો સાથ સહકાર મળી રહે, હર્ષલાભ રહે.

ધન : નોકરી- ધંધાના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે, ભાઈ ભાંડુનો સાથ રહે.

મકર : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. નાણાંકીય લેવડદેવડમાં સાવધાની રાખવી પડે.

કુંભ : આપના કામમાં અન્યનો સાથ- સહકાર મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન- મુલાકાતમાં સાનુકૂળતા સફળતા મળી રહે.

મીન : કોર્ટ- કચેરીના કામ અંગે રાજકીય સરકારી કામ અંગે દોડધામ ખર્ચ જણાય પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો.

- અગ્નિદત્ત પદમનાભ