વાંચો તમારું 08 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપની મહેનત-અનુભવ-આવડત-બુદ્ધથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.
વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.
મિથુન : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ- નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર રહે. અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું.
કર્ક : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજ થઈ શકે.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે. મિલન-મુલાકાત થાય.
કન્યા : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં, ખર્ચ જણાય.
તુલા : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ-ફાયદો જણાય.
વૃશ્વિક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામ અંગે દોડધામ-શ્રમ રહે. કામ ઉકેલાય.
ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય. અગત્યના કામ અંગે મુલાકાત થઈ શકે.
મકર : આપે સીઝનલ- વાયરલ બીમારીથી સંભાળવું પડે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
કુંભ : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે સંભાળવું પડે. ઇચ્છિત વ્યક્તિ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે.
મીન : સીઝનલ ધંધામાં વધુ પડતો માલ ભરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
- અગ્નિદત્ત પદમનાભ




