Astro

વાંચો તમારું 12 ઓક્ટોબર, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભે 12 રાશિઓ માટે આજનું રાશિફળ જણાવ્યું છે. મેષ રાશિના જાતકોના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત મળશે. વૃષભ રાશિના લોકોને હરિફવર્ગથી મુશ્કેલી અને આકસ્મિક ખર્ચ થઈ શકે છે. સિંહ રાશિના યશ-પદ-ધનમાં વધારો થશે, જ્યારે મીન રાશિના જાતકોએ તન-મન-ધનથી સંભાળીને દિવસ પસાર કરવો.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 12 ઓક્ટોબર, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા થતી જાય.
વૃષભ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મિથુન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
કર્ક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. જમીન-મકાન-વાહનના કામકાજમાં સંભાળવું પડે.
સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતાં આનંદ રહે.
તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સંસ્થાકીય કામકાજ અંગે વ્યસ્તતા રહે.
વૃશ્ચિક : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર દિવસ પસાર કરવો.
ધન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા રહે.
મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈભાંડુનો સહકાર મળી રહે.
મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ