Astro

વાંચો તમારું 22 જૂન, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
આજનું ભવિષ્ય જ્યોતિષવિદ અગ્નિદત્ત પદમનાભ અનુસાર, મેષ રાશિના જાતકોને દેશ-પરદેશના કામમાં અનુકૂળતા રહેશે. વૃષભ રાશિના લોકોને બેંક, વીમા કે શેરબજારના કામમાં સાવચેતી રાખવી પડશે. મિથુન રાશિના લોકો અગત્યના નિર્ણય લઈ શકશે. કર્ક રાશિના લોકોને હરિફોથી મુશ્કેલી અને ધર્મકાર્યમાં ખર્ચ થશે. સિંહ રાશિના લોકોના અટકેલા કામ પૂરા થશે. કન્યા રાશિના લોકોને નોકરી-ધંધા અને ઘરની ચિંતા રહેશે. તુલા રાશિના લોકોને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. વૃશ્ચિક રાશિના લોકોને ધંધામાં લાભ થશે. ધન રાશિના લોકો વ્યગ્રતા છતાં કામમાં વ્યસ્ત રહેશે. મકર રાશિના લોકોને સરકારી કામમાં સાવચેતી રાખવી પડશે. કુંભ રાશિના લોકોને કામની કદર થશે. મીન રાશિના લોકો દિવસભર વ્યસ્ત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 22 જૂન, 2026નું રાશિ ભવિષ્ય

આજનું ભવિષ્ય - અગ્નિદત્ત પદમનાભ
મેષ : દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામ અંગે મિલન- મુલાકાત થાય.
વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સંભાળવું પડે. ઉતાવળ કરવી નહી.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
કર્ક : આપના કામમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. ધર્મકાર્ય- શુભકાર્યમાં ખર્ચ- ખરીદી થાય.
સિંહ : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
કન્યા : નોકરી- ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે, ખર્ચ જણાય.
તુલા : ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર ચાકર વર્ગ આપના કાર્યમાં મદદરૂપ થવાના પ્રયાસ કરે, પરદેશના કામ થઈ શકે.
વૃશ્ચિક : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં લાભ- ફાયદો મળી રહે. સામાજિક વ્યવહારિક કામ થઈ શકે.
ધન : માનસિક- પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા- દ્વિધા અનુભવાય.
મકર : આપે રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. નાણાંકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું.
કુંભ : આપના કામની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. પરદેશના કામ અંગે મિલન- મુલાકાત થઈ શકે.
મીન : દિવસના પ્રારંભથી જ આપને સતત કાંઈને કાંઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સહકાર મળી રહે.