For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 30 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Apr 30th, 2024

વાંચો તમારું 30 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : નોકરી-ધંધાના સ્થળે શાંતિથી દિવસ પસાર કરી લેવો. પિતાના, પિતૃપક્ષે કોઈના આરોગ્ય-આયુષ્યની ચિંતા જણાય. ખર્ચ રહે.

વૃષભ : યાત્રા-પ્રવાસ,મિલન-મુલાકાતમાં ઉતાવળ કરવી નહીં. નવું કામ શરૂ કરવાનું મુલતવી રાખવું. અડોસ-પડોશની ચિંતા રહે.

મિથુન : દિવસ જેમ પસાર થતો જાય તેમ આપને કામકાજમાં સુસ્તી-બેચેનીનો અનુભવ થતો જાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

કર્ક : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્ર કામમાં આપે સાવધાની રાખવી પડે. માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય. ઉદ્વેગ રહે.

સિંહ : હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સાસરીપક્ષ-મોસાળપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. ખર્ચ જણાય.

કન્યા : વાણીની સંયમતાં રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં.

તુલા : આપના ગણત્રીધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં. કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીના લીધે કામમાં વિલંબ જણાય.

વૃશ્ચિક : અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. અગત્યના કામકાજ અંગે ચિંતા-ઉચાટ રહે. યાત્રા-પ્રવાસ મુલતવી રાખવા.

ધન : કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય. વાદ-વિવાદ-ગેરસમજ-મન દુ:ખથી આપે સંભાળવું પડે. ખર્ચ રહે.

મકર : માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામકાજમાં મન લાગે નહીં. મહત્વના નિર્ણયો લેવાના હોય તો મુલતવી રાખવા.

કુંભ : બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં : ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.

મીન : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં વધારો થાય. ખર્ચ જણાય. કોઈના ભરોસે રહી કામકાજની શરૂઆત કરવી નહીં.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat