Astro

વાંચો તમારું 17 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

By GS Team
17 Oct 20251 min read
This article was originally published on 17 Oct 2025
વાંચો તમારું 17 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

મેષ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે.

વૃષભ : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. જમીન મકાન વાહનની  લે-વેચના કામમાં ઉતાવળ ન કરવી.

મિથુન : આપના કાર્યમાં ઉપરીવર્ગ - સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કર્ક : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. કામ ઉકેલાતાં આનંદ રહે.

સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણયમાં ચર્ચા વિમર્શ કરી લેવા.

કન્યા : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.

તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય. પરદેશના કામ થઇ શકે.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન વાહનના કામ થઇ શકે.

ધન : આપના કામમાં સાનુકૂળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું ગોઠવાય.

મકર : આપે આરોગ્યની કાળજી રાખીને પોતાના કામમાં વ્યસ્ત રહેવું. નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે.

કુંભ : આપના કામકાજમાં અન્યનો સહકાર મળી રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.

મીન : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરો. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

- અગ્નિદત્ત પદમનાભ