Get The App

વાંચો તમારું 15 જૂન 2024નું રાશિ ભવિષ્ય

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
horoscope


મેષ : કામકાજમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે ખર્ચ-ખરીદી કરવી પડે.

વૃષભ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ખર્ચ-ખરીદી જણાય.

મિથુન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. માતૃપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.

કર્ક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.

સિંહ : સામાજિક-વ્યવહારિક કામમાં સરળતા જણાય. બેન્કના, વીમા કંપનીના કામમાં સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ આવે.

કન્યા : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. ધંધામાં સારું.

તુલા : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું.

વૃશ્ચિક : આપને કામમાં આકસ્મિક સરળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગના સાથ-સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે.

કુંભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.

મીન : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News