For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

08 મે 2024નું રાશિ ભવિષ્ય : આ રાશિ જાતકો વાહનથી સંભાળે

Updated: May 8th, 2024

08 મે 2024નું રાશિ ભવિષ્ય : આ રાશિ જાતકો વાહનથી સંભાળે

મેષ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ-ઉત્સાહ રહે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

વૃષભ : રાજકીય-સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપને મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

મિથુન : પરદેશના કામમાં પ્રગતિ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. કામનો ઉકેલ આવે.

કર્ક : દિવસ દરમ્યાન આપના કાર્યની સાથે ઘર-પરિવાર-મિત્ર વર્ગ-સગા-સંબંધીવર્ગના કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું થાય.

સિંહ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનુ બને, નોકર-ચાકર વર્ગનો સહકાર મળી રહે.

કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો.

તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે - મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે બીજુ કામ આવી જતાં, સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામમાં વધારો થાય.

ધન : આપની મહેનત-બુધ્ધિ અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આપને સાનુકૂળતા રહે.

મકર : ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં, જમીન-મકાન-વાહનના કામમાં આપે. ઉતાવળ કરવી નહીં.

કુંભ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પરદેશના કામકાજમાં સાનુકૂળતા રહે.

મીન : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. કામ ઉકેલાતા આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat