For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 01 મેં 2024નું રાશિ ભવિષ્ય

Updated: May 1st, 2024

વાંચો તમારું 01 મેં 2024નું રાશિ ભવિષ્ય

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધીરે-ધીરે કામનો ઉકેલ આવતો જાય. રાહત થાય.

વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર્ય મળી રહે.

મિથુન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

કર્ક : આપના અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે. મહત્વના નિર્ણય લઈ શકાય.

સિંહ : આપના કામકાજ અંગે દોડધામ -શ્રમ-અનુભવાય. સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગનો સામનો કરવો પડે.

કન્યા : વાહન ચલાવવામાં આપે ઉતાવળ કરવી નહીં. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ખર્ચ જણાય.

તુલા : કામકાજમાં પ્રતિકૂળતા રહે. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. માતા-પિતાની ચિંતા સતાવ્યા કરે.

વૃશ્ચિક : આપના કાર્યમાં સાહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં સાનુકૂળતા રહે.

ધન : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. કૌટુંબિક-પારિવારીક-સામાજિક-વ્યવહારિક કામ અંગે દોડધામ રહે.

મકર : હૃદય-મનની વ્યગ્રતા-બેચેનીના લીધે કામકાજમાં મન લાગે નહીં. કોર્ટ-કચેરીના કામમાં શાંતિથી દિવસ પસાર કરી લેવો.

કુંભ : રાજકીય-સરકારી કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગને લીધે કામકાજમાં પ્રતિકૂળતા રહે.

મીન : આપની બુધ્ધિ-અનુભવ આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat