રક્ષાબંધન પર આ વખતે ભદ્રા નહીં પરંતુ રાહુકાળનો પ્રભાવ, દોઢ કલાકના અશુભ મુહૂર્તમાં નહીં બાંધી શકાય રાખડી
Raksha Bandhan 2025 Rahu Kaal: ભાઈ બહેનના પ્રેમનો પ્રવિત્ર તહેવાર રક્ષાબંધન 9 ઑગસ્ટ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવશે. આ વખતે રક્ષાબંધન પર કોઈ અશુભ યોગ નથી બની રહ્યા. આ સારી વાત એ છે કે, આ દિવસે ભદ્ર યોગ પણ નથી કારણ કે, 9 ઑગસ્ટના સૂર્યોદય પહેલા જ તે પૂર્ણ થઈ જાય છે. તેથી કહેવામાં આવે છે કે, રક્ષાબંધન પર આખો દિવસ રાખડી બાંધી શકાશે. તેમજ 7 કલાક સૌથી શ્રેષ્ઠ મુહૂર્તની વાત કરવામાં આવી છે. પરંતુ એવુ નથી. રક્ષાબંધનનના દિવસે રાહુ કાળની છાયા રહેવાની છે. ભદ્ર કાળની જેમ રાહુ કાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 4થી 10 ઓગસ્ટ, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય
રક્ષાબંધન પર રાહુ કાળ
રક્ષાબંધન પર ભદ્ર કાળનો અશુભ છાયો ન હોવાથી લોકોને મોટી રાહત મળી છે, પરંતુ આ રક્ષાબંધન પર રાહુ કાળ અડચણ રુપ બને છે. ચિંતાજનક વાત એ છે કે, સવારે 10થી 12 વાગ્યા દરમિયાન રાહુ કાળ બની રહ્યો છે, જેથી આ સમયે રાખડી બાંધવી યોગ્ય નથી.
રક્ષાબંધન પર કેટલો સમય રહેશે રાહુ કાળ
પંચાંગ પ્રમાણે શ્રાવણી પૂર્ણિમા તારીખ 8 ઑગસ્ટના બપોરે 2.12થી લઈને 9 ઑગસ્ટ બપોર 1.24 વાગ્યા સુધી રહેશે. 9 ઑગસ્ટે રક્ષાબંધન મનાવવામાં આવશે. જેમાં શુભ મુહૂર્ત સવારે 05.47 વાગ્યાથી બપોરે 1.24 મિનિટ સુધી રહેશે. એટલે કે, રક્ષાબંધન મનાવવા માટે 7 કલાક અને 37 મિનિટ શુભ મુહૂર્ત રહેશે. પરંતુ આ દરમિયાન 9.07 વાગ્યાથી લઈને 10.47 કલાક સુધી રાહુ કાળ રહેશે. આ 1 કલાકના સમયગાળામાં બહેન તેના ભાઈને રાખડી બાંધવાથી બચે. રાહુ કાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે.