Astro

આજે આંશિક સૂર્યગ્રહણ: 122 વર્ષ બાદ દુર્લભ સંયોગ, ભારતમાં સૂતક નહીં પરંતુ આ ઉપાય ખાસ કરવો

By GS TEAM
21 Sep 20252 mins read
TukuTouch Logo
આજે થનારું વર્ષ 2025નું છેલ્લું સૂર્યગ્રહણ કન્યા રાશિમાં આંશિક હશે. જ્યોતિષીય દ્રષ્ટિએ પણ આ ગ્રહણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે 122 વર્ષમાં પહેલી વાર 15 દિવસના અંતરાલમાં બે ગ્રહણ એકસાથે થઈ રહ્યા છે. પિતૃ પક્ષની શરુઆત થઈ હતી, તો હવે આજે સૂર્યગ્રહણથી સમાપ્ત થઈ રહ્યું છે. આ ગ્રહણ આજે રાત્રે 11 વાગ્યે શરૂ થયુ છે અને આવતીકાલે 22 સપ્ટેમ્બરના રોજ સવારે 3:23 વાગ્યે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક સમયગાળો માન્ય રહેશે નહીં. તો, ચાલો વિશ્વના તે સ્થાનો શોધીએ જ્યાં વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ દેખાશે અને આ ગ્રહણમા આ ઉપાય ખાસ કરવા.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે આંશિક સૂર્યગ્રહણ: 122 વર્ષ બાદ દુર્લભ સંયોગ, ભારતમાં સૂતક નહીં પરંતુ આ ઉપાય ખાસ કરવો

Surya Grahan 2025: આજે થનારું વર્ષ 2025નું છેલ્લું સૂર્યગ્રહણ કન્યા રાશિમાં આંશિક હશે. જ્યોતિષીય દ્રષ્ટિએ પણ આ ગ્રહણ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે 122 વર્ષમાં પહેલી વાર 15 દિવસના અંતરાલમાં બે ગ્રહણ એકસાથે થઈ રહ્યા છે. પિતૃ પક્ષની શરુઆત થઈ હતી, તો હવે આજે સૂર્યગ્રહણથી સમાપ્ત થઈ રહ્યું છે. આ ગ્રહણ આજે રાત્રે 11 વાગ્યે શરૂ થયુ છે અને આવતીકાલે 22 સપ્ટેમ્બરના રોજ સવારે 3:23 વાગ્યે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક સમયગાળો માન્ય રહેશે નહીં. તો, ચાલો વિશ્વના તે સ્થાનો શોધીએ જ્યાં વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ દેખાશે અને આ ગ્રહણમા આ ઉપાય ખાસ કરવા.

આ પણ વાંચો: ઓકટોબરમાં 6 ગ્રહોનું ગોચર; ધન-કુંભ સહિત આ રાશિના જાતકો માટે ધનલાભના યોગ, દાંપત્ય જીવનમાં ખુશાલી આવશે

આ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે?

જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહી મળે. આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયામાં સિડની અને હોબાર્ટ; ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડ અને વેલિંગ્ટન; નોર્ફોક ટાપુ પર કિંગ્સ્ટન; ક્રાઇસ્ટચર્ચ; ફીજી અને આસપાસના ટાપુઓમાં જોવા મળશે. 

શું સૂર્યગ્રહણ ભારતને અસર કરશે?

સૂર્ય આત્માનો કારક કહેવાય છે. આ સૂર્યગ્રહણથી ભારતમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી શકે છે. ગ્રહોની દ્રષ્ટિએ, ભારતમાં મંગળ ગ્રહની મહાદશા શરૂ થઈ ગઈ છે. સૂર્યને અગ્નિ તત્વનો કારક માનવામાં આવે છે, તેથી અગ્નિ સંબંધિત દુર્ઘટનાઓ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: આજે 4 કલાક 23 મિનિટ માટે થશે સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિના જાતકો માટે ચિંતાની વાત

સૂર્યગ્રહણ દરમિયાન આ ઉપાય કરો 

સૂર્યગ્રહણ દરમિયાન કેટલીક સાવધાની રાખવી જરુરી છે. આ સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. ભારતમાં સૂર્યગ્રહણ રાત્રે થાય છે, પરંતુ આ સમય દરમિયાન મંત્રોનો જાપ કરવાથી ફાયદો થશે. જો કે, દેવી દુર્ગાના શુભ દિવસો, શારદીય નવરાત્રિ, સૂર્યગ્રહણ પછીના દિવસથી શરૂ થાય છે. નિષ્ણાતોના મતે, નવરાત્રી પૂજા સૂર્યગ્રહણની નકારાત્મક અસરોથી બચવા માટે કવચ તરીકે કામ કરશે.