Get The App

ઓકટોબરમાં 6 ગ્રહોનું ગોચર; ધન-કુંભ સહિત આ રાશિના જાતકો માટે ધનલાભના યોગ, દાંપત્ય જીવનમાં ખુશાલી આવશે

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
ઓકટોબરમાં 6 ગ્રહોનું ગોચર; ધન-કુંભ સહિત આ રાશિના જાતકો માટે ધનલાભના યોગ, દાંપત્ય જીવનમાં ખુશાલી આવશે 1 - image

October 2025 Grah Gochar : ઓક્ટોબર મહિનામાં ઘણા ગ્રહો ધમાચકડી મચાવવા જઈ રહ્યા છે. મહત્ત્વપૂર્ણ ગ્રહોનું ગોચર થશે, આ ઉપરાંત આખો મહિનો શનિ વક્રી રહેશે. આ દરેક ગ્રહ દશા કઈ રાશિઓ માટે શુભ રહેશે તે જાણીએ. ઓક્ટોબરમાં દશેરા અને દિવાળી જેવા મુખ્ય તહેવારો મનાવવામાં આવશે. આ સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ ગ્રહોનું ગોચર થશે. ઓક્ટોબર 2025 માં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર પોતાની સ્થિતિ બદલશે. શનિ પણ આખા મહિના દરમિયાન વક્રી રહેશે.

આ પણ વાંચો: શારદીય નવરાત્રિથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઇમ શરુ, ધન લાભ થવાની શક્યતા

ઓક્ટોબર 2025માં ગ્રહ ગોચર

ઓક્ટોબરમાં બુધ બે વાર રાશિ પરિવર્તન કરશે. પ્રથમ, 3 ઓક્ટોબરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે, અને પછી 24 ઓક્ટોબરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર કન્યા અને તુલા રાશિમાં પ્રવેશ કરશે. 17 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં ગોચર કરશે. સૂર્ય અને બુધનો આ યુતિ બુધાદિત્ય રાજયોગનું સર્જન કરશે. તો, મંગળનું વૃશ્ચિક રાશિમાં ગોચર રુચક રાજયોગનું સર્જન કરશે.

સૂર્ય - શનિ બનાવશે રાજયોગ 

આ ઉપરાંત, સૂર્ય અને શનિ સમસપ્તક રાજયોગ બનાવશે. આ દરમિયાન કર્મફળ દાતા શનિ મીન રાશિમાં અને ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં વક્રી રહેશે. ગુરુ મિથુનમાં, રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં રહેશે. આ ગ્રહોની સ્થિતિ ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ રહેશે.

સિંહ રાશિ

આમ તો સિંહ રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે, પરંતુ ઓક્ટોબર મહિનો આ જાતકો માટે સારો રહેશે. તેમને બાકી રહેલા ભંડોળ પ્રાપ્ત થશે. તમારુ બેંક બેલેન્સ વધશે. હવે અન્ય લોકો સાથેના કોઈપણ વિવાદનો અંત આવશે. તેમના જીવનસાથી માટે પ્રેમ વધશે.

ધન રાશિ 

ધન રાશિ માટે ઓક્ટોબર મહિનો સારા નસીબ લાવશે. તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. નોકરી કરતા લોકોને પગારમાં વધારો જોવા મળી શકે છે. બેરોજગાર લોકોને રોજગારી મળશે. માન વધશે. લગ્નજીવન સુખી રહેશે.

આ પણ વાંચો: આજે 4 કલાક 23 મિનિટ માટે થશે સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિના જાતકો માટે ચિંતાની વાત

કુંભ રાશિ

ઓક્ટોબર મહિનો કુંભ રાશિ માટે પણ લાભ આપનારો સાબિત થઈ શકે છે. કારકિર્દીમાં પ્રગતિનો અનુભવ કરી શકો છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. આવક વધશે. તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો. માન સમ્માનમાં વધારો થાય.

(નોંધ : વાચકમિત્રો, આ સમાચાર ફક્ત જાગૃતિના હેતુ લખવામાં આવ્યા છે. ગુજરાત સમાચાર તેને પુષ્ટી કરતું નથી.)

Tags :