2025નું લાસ્ટ સૂર્યગ્રહણ વૃષભ રાશિ માટે અભુશ સાબિત થશે, ખરાબ પરિણામ આવશે
Surya Grahan 2025: જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યગ્રહણને ખૂબ જ અશુભ ઘટના માનવામાં આવે છે. આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ થશે, જોકે, તે ભારતમાં દેખાશે નહીં. જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ ગ્રહણને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે, આ દિવસે સર્વ પિતૃ અમાસનો સંયોગ બની રહ્યો છે. અને તેના બીજા જ દિવસે એટલે કે, 22 સપ્ટેમ્બરના રોજ શારદીય નવરાત્રિનો સંયોગ પણ બની રહ્યો છે. જ્યોતિષીઓના મતે આ ગ્રહણની અસર તમામ રાશિઓ પર પડશે. તો, ચાલો જોઈએ કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ વૃષભ રાશિ પર કેવી અસર કરશે.
મૂંઝવણની સ્થિતિ રહેશે
21 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહેલા સૂર્યગ્રહણની વૃષભ રાશિના જાતકો પર માનસિક અસર ખૂબ જ ઊંડી રહેશે. વૃષભ રાશિના લોકોએ પોતાના નિર્ણયો સમજી-વિચારીને લેવા પડશે. ક્યારેક એક રસ્તો સાચો લાગશે, તો ક્યારેક બીજો રસ્તો સાચો લાગશે. નાની-નાની બાબતોમાં મૂંઝવણ વધી શકે છે. આ સમય ઉતાવળમાં નિર્ણયો લેવા માટે સારો નથી. ખાસ કરીને જ્યારે નોકરી અને બિઝનેસ સાથે સબંધિત કામ સમજી વિચારીને કરો.
ઠગાઈનો શિકાર બની શકો છો
આગામી સૂર્યગ્રહણ દરમિયાન આર્થિક મામલે સાવચેત રહેવાની જરૂર છે. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે. નાણાકીય વ્યવહારો, લોન અથવા કોઈપણ નવી ડીલમાં ફસાવાથી બચો. ઠગાઈ અથવા છેતરપિંડીનું જોખમ રહેલું છે, તેથી પૈસા સાથે સંબંધિત દરેક પગલું સમજી-વિચારીને ભરો.
જીવન પર નકારાત્મક અસર પડશે
પરિવારમાં કોઈ બાબતને લઈને મતભેદ થઈ શકે છે, પરંતુ ધીરજ રાખવાથી પરિસ્થિતિ નિયંત્રિત રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાવા-પીવા પર ધ્યાન આપો. માનસિક તણાવ ટાળવાનો પ્રયાસ કરો. સંબંધોમાં પારદર્શિતા જાળવી રાખો, નહીંતર ગેરસમજ ઊભી થઈ શકે છે.
સૂર્યગ્રહણનો સમય
ભારતીય સમય પ્રમાણે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ લાગશે. આ ગ્રહણની શરુઆત આવતીકાલે રાત્રે 11:00 વાગ્યે શરુ થશે અને 22 સપ્ટેમ્બરના રોજ સવારે 3:23 વાગ્યે સમાપ્ત થશે. તેનો સમયગાળો 4 કલાકથી વધુ રહેશે. આ ગ્રહણની પીક ટાઇમિંગ 1:11 વાગ્યે રહેશે.
આ પણ વાંચો: સૂર્યગ્રહણ પર શનિ-સૂર્યનો સમસપ્તક યોગ, 3 રાશિના જાતકો 1 મહિના સુધી સાવચેત રહે
ક્યાં-ક્યાં દેખાશે આ સૂર્યગ્રહણ
આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તે મુખ્યત્વે દક્ષિણ પેસિફિક મહાસાગર, ન્યુઝીલૅન્ડ, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાના કેટલાક ભાગોમાં દેખાશે. કારણ કે તે ભારતમાંથી દેખાશે નહીં, તેથી સૂતક કાળ અહીં લાગુ નહીં પડશે.