મેષ અને મિથુન સહિત 3 રાશિના જાતકો પર ભારે સંકટ! 30 વર્ષ બાદ શનિ-મંગળનો સમસપ્તક યોગ
Shani Mangal yog 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 28 જુલાઈના રોજ મંગળ પોતાના શત્રુ બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે શનિ મીન રાશિમાં બેઠા છે.આ સ્થિતિમાં શનિ અને મંગળ બંને એક બીજાથી 180 ડિગ્રીના એંગલ પર સામસામે આવશે. બંને ગ્રહોની આ સ્થિતિથી સમસપ્તક યોગનું નિર્માણ થશે.
આ પણ વાંચો: ઘરના દરવાજે તુલસીના મૂળીયા બાંધી દો, ઘરમાં પૈસા ક્યારેય નહીં ખૂટે!
જ્યોતિષીઓના કહેવા પ્રમાણે શનિ અને મંગળના સમસપ્તક યોગની બનતા કેટલીક રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને, મેષ, મિથુન અને કર્ક રાશિના લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
મેષ રાશિ
મેષ રાશિ પર પહેલાથી જ શનિની સાડાસાતી ચાલી રહી છે. મંગળ છઠ્ઠા ભાવમાં છે અને જ્યારે શનિ બારમા ભાવામાં બેઠા છે. જેના કારણે તમારે બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે. શનિ અને મંગળના મંત્રોનો જાપ કરવો તમારા માટે શ્રેષ્ટ છે.
મિથુન રાશિ
હાલમાં શુક્ર અને ગુરુ તમારી રાશિમાં છે, પરંતુ શનિની વક્રી ગતિને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તમારી નોકરી ગુમાવવાનું જોખમ આવી શકે છે, તેથી આ સમયે તમારી નોકરી બદલશો નહીં.
કર્ક રાશિ
સૂર્ય તમારી રાશિમાં બેઠા છે અને 17 ઓગસ્ટ પછી કેતુ પણ બીજા ઘરમાં આવશે. મંગળ ત્રીજા ઘરમાં, રાહુ આઠમા ઘરમાં અને શનિ ભાગ્ય ઘરમાં રહેશે. કુલ મળીને 5 ગ્રહોનો સંઘર્ષ રહેશે. પૈસાનું નુકસાન, પરિવારમાં તણાવ અને માનસિક મૂંઝવણ થઈ શકે છે.