આજે રક્ષાબંધન: ભાઈની રાશિ પ્રમાણેના રંગ મુજબ બાંધો રાખડી, ખૂલી જશે ભાગ્યના દ્વાર
Raksha Bandhan 2025: ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ પવિત્ર તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધીને અને તેમના સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. રક્ષાબંધન એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે.
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે રક્ષાબંધન પર બહેને તેના ભાઈને તેની રાશિ પ્રમાણે રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે રાશિ પ્રમાણે ભાઈને કયા રંગની રાખડી બાંધવી જોઈએ.
મેષ રાશિ
મેષ રાશિવાળા લોકોએ લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. લાલ રંગ પ્રેમનું પ્રતીક છે, તેથી લાલ રંગની રાખડી બાંધવાથી ભાઈ-બહેનનો સંબંધ મજબૂત બને છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા લોકોએ પોતાના કાંડા પર સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા ભાઈને રક્ષાબંધન પર લીલા રંગની રાખડી બાંધવી જોઈએ. લીલો રંગ તમારા ભાઈના ભાગ્ય ઉજળુ કરવામાં મદદરુપ થશે.
કર્ક રાશિ
રક્ષાબંધન પર કર્ક રાશિવાળા ભાઈને સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભાઈને સફળતા અપાવશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોએ રક્ષાબંધન પર નારંગી રંગની રાખડી બાંધવી જોઈએ.
કન્યા રાશિ
જો તમારા ભાઈની રાશિ કન્યા હોય, તો રક્ષાબંધન પર તેને લીલા રંગની રાખડી બાંધવી જોઈએ. આ તમારા ભાઈને જીવનમાં ભાગ્યનો પુરો સાથ મળશે.
તુલા રાશિ
જે લોકોની રાશિ તુલા છે, તેમણે ગુલાબી રંગની રાખડી બાંધવી જોઈએ. આ ભાઈ-બહેનના સંબંધોને મજબૂત બનાવે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા ભાઈને લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જીવનમાં મધુરતા આવશે.
ધન રાશિ
જો તમારા ભાઈની ધન રાશિ છે, તો તેણે પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. જેથી તેના ભાઈના જીવનમાં ઉર્જા આવે છે.
આ પણ વાંચો: ઘરની આ દિશામાં રાખો આ કલરના હાથીની મૂર્તિ, ક્યારેય પૈસા નહીં ખૂટે!
મકર રાશિ
રક્ષાબંધન પર જે ભાઈની રાશિ મકર છે, તેમને આછા વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કુંભ રાશિ
જો તમારા ભાઈની રાશિ કુંભ છે, તો તેને વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ. આનાથી તેના ભાઈના જીવનમાં સ્થિરતા આવે છે.
મીન રાશિ
મીન રાશિવાળા ભાઈને પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.