ઘરની આ દિશામાં રાખો આ કલરના હાથીની મૂર્તિ, ક્યારેય પૈસા નહીં ખૂટે!
Photo AI |
Elephant figurine Vastu benefits: કેટલાક લોકોના ઘરમાં આર્ટિફિશિયલ હાથી રાખવામાં આવે છે. વાસ્તુ અને ફેંગશુઈમાં તેને ખૂબ જ શુભ માનવામા આવે છે. આ માત્ર એક સજાવટના ભાગ રુપે નહીં પરંતુ, સમૃદ્ધિ, બુદ્ધિ, શક્તિ, સ્થિરતા અને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે, ઘરમાં હાથી રાખવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે. તેમજ આર્થિક રીતે લાભકારી માનવામાં આવે છે. હાથી શક્તિ અને સ્થિરતાનું પણ પ્રતીક છે. ચાલો જાણીએ કે ઘરમાં કયા રંગનો હાથી રાખવો શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: અચાનક કાચ તૂટવો એ શુભ ગણાય કે અશુભ? જાણો ઘરમાં રાખવું કેટલી હદે હાનિકારક
ઘરમાંથી હાથી રાખવાના ફાયદા
1. સફેદ હાથી શાંતિ, પવિત્રતા અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેને મુખ્યત્વે પૂજા ખંડ અથવા ડ્રોઇંગ રૂમમાં રાખવામાં આવે છે.
2. કાળો હાથી સુરક્ષા અને શક્તિનું પ્રતીક છે. તે નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં સહાયક માનવામાં આવે છે. તેને મુખ્ય દરવાજા પાસે રાખવામાં આવે છે.
3. ગોલ્ડન હાથી ધન, સંપત્તિ અને ઐશ્વર્યનું પ્રતીક છે. તેને તિજોરી કે ઑફિસમાં રાખવો શુભ માનવામાં આવે છે. ગોલ્ડન કલરના હાથીને હંમેશા ઉત્તર દિશામાં રાખવો જોઈએ.
4. લાલ રંગનો હાથી ઉર્જા, જુસ્સો અને હિંમતનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લાલ હાથીને ઘરની દક્ષિણ દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે.
5. લીલો રંગનો હાથી આરોગ્ય, તાજગી અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, લીલા રંગનો હાથી તણાવ અને થાક દૂર કરે છે. તેને બેડરૂમમાં રાખવાથી ઊંઘ અને માનસિક સંતુલન સુધારવામાં મદદરુપ થાય છે.
આ પણ વાંચો: રક્ષાબંધનથી મિથુન-કન્યા સહિત આ રાશિના જાતકો માટે ધનલાભના યોગ, વૈવાહિક સુખ પણ મળશે
6. એવું પણ માનવામાં આવે છે કે, ઊંચી સૂંઢવાળો હાથી સૌભાગ્ય, સમૃદ્ધિ અને ઉર્જાનું પ્રતીક છે. નીચી સૂંઢવાળો હાથી શાંતિ, ધીરજ અને સ્થિરતાનું પ્રતીક છે.