Astro

રક્ષાબંધન પર શનિ-મંગળ આમને-સામને, 3 રાશિના જાતકો સામે 'સંકટ'

By GS TEAM
1 Aug 20252 mins read
TukuTouch Logo
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સમયાંતરે ગ્રહો ગોચર કરતાં રહે છે અને તેની શુભ-અશુભ અસર રાશિઓ પર થતી હોય છે. તેનો પ્રભાવ માનવ જીવન સાથે દેશ દુનિયા પર પણ થાય છે. ગ્રહોના સેનાપતિ મંગળે 28 જુલાઈ 2025ના રોજ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ ગોચરની સાથે જ મંગળ અને શનિની સાથેનો સમસપ્તક યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રક્ષાબંધન પર શનિ-મંગળ આમને-સામને, 3 રાશિના જાતકો સામે 'સંકટ'

Shani Mangal Yuti Samsaptak Yog : જ્યોતિષ શાસ્ત્ર મુજબ સમયાંતરે ગ્રહો ગોચર કરતાં રહે છે અને તેની શુભ-અશુભ અસર રાશિઓ પર થતી હોય છે. તેનો પ્રભાવ માનવ જીવન સાથે દેશ દુનિયા પર પણ થાય છે. ગ્રહોના સેનાપતિ મંગળે 28 જુલાઈ 2025ના રોજ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ ગોચરની સાથે જ મંગળ અને શનિની સાથેનો સમસપ્તક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 

આ પણ વાંચો: ઘરની આ દિશામાં રાખો આ કલરના હાથીની મૂર્તિ, ક્યારેય પૈસા નહીં ખૂટે!


હાલમાં શનિદેવ મીન રાશિમાં બિરાજમાન છે અને મંગળ કન્યા રાશિમાં બેઠા છે. આ બંને એક બીજાથી બરોબર આમને - સામને 180 ડિગ્રી એંગલ પર બેઠા છે, એટલે તેને સમસપ્તક યોગ કહેવામાં આવે છે. 

મેષ રાશિ

આ રાશિનો લોકો માટે શનિ અને મંગળની યુતિ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિમાં મંગળ છઠ્ઠા ભાવમાં હશે, અને 12મા ભાવમાં શનિદેવ બિરાજમાન છે. જેથી આ સમયગાળામાં તમને વધુ ખર્ચાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત કોઈ ખોટો આરોપ તમારા પર લાગી શકે છે. કોર્ટ કચેરી અને આરોગ્ય પર પણ અચાનક ખર્ચો આવી શકે છે. તેમજ હાલમાં તમારી ઉપર સાડાસાતી પણ ચાલી રહી છે, જેથી તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરુર છે. તેના ઉપાય માટે તમારે શનિ અને મંગળના મંત્રોનો જાપ કરવો જોઈએ.

મિથુન રાશિ

શનિ અને મંગળનો સમસપ્તક યોગ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર અને ગુરુ તમારી રાશિમાં સ્થિત હશે. શનિ અને મંગળ તમારી રાશિના કરિયરના ઘરમાં હશે. શનિ વક્રી હોવાને કારણે તમારી નોકરી પર જોખમ વધી શકે છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારે તમારી નોકરી બદલવી જોઈએ નહીં. તમારે કાર્યસ્થળ પર બેદરકારી અને દલીલો ટાળવી ફાયદાકારક રહેશે. શનિ આઠમા ઘરનો સ્વામી પણ છે. જેથી કરીને આરોગ્ય બગડી શકે છે. તેના ઉપાય માટે હાલમાં તમારે લાલ અને કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. તમે નીલમણિ રત્ન પહેરવો સારો રહેશે. 

આ પણ વાંચો: અચાનક કાચ તૂટવો એ શુભ ગણાય કે અશુભ? જાણો ઘરમાં રાખવું કેટલી હદે હાનિકારક

કર્ક રાશિ

શનિ અને મંગળનો અશુભ યોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિમાં સ્થિત છે. તેમજ 17 ઑગસ્ટના રોજ કેતુ સાથે તેઓ બીજા ઘરમાં પ્રવેશ કરશે. રાહુ આઠમા ઘરમાં અને મંગળ ત્રીજા ઘરમાં હશે. શનિ ભાગ્ય સ્થાનમાં રહેશે. જેથી, સમસપ્તક યોગમાં 5 ગ્રહો આવશે. જેના કારણે આ સમયગાળામાં તમને આર્થિક નુકસાન થઈ શકે છે. તમારું આરોગ્ય બગડી શકે છે. તેમજ કોઈ વાત લઈને તણાવ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે.