અચાનક કાચ તૂટવો એ શુભ ગણાય કે અશુભ? જાણો ઘરમાં રાખવું કેટલી હદે હાનિકારક
Image source: ai.grok
Vastu Tips: કાચ તૂટવો એક સામાન્ય ઘટના છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવું સતત બનતા રહેવું એ સારા કે ખરાબ સંકેત દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં સતત કાચ તૂટે તે અશુભ ઘટના કે દુર્ઘટનાનો સંકેત હોઈ શકે છે. ઘણીવાર તે કોઈ આવનાર સંકટથી બચવાનો સંકેત આપે છે, તો ઘણીવાર નકારાત્મક ઉર્જાના પ્રવેશનું કારણ પણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે કોઈ શુભ અવસરે કાચ તૂટી જાય તો તે કોઈ અણધારી ઘટનાનો સંકેત હોઈ શકે છે. ચાલો જાણીએ કે ઘરમાં કાચ તૂટવા કઈ વાતનો સંકેત હોઈ શકે છે.
ક્યારે હોય છે શુભ સંકેત?
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘરમાં રહેલો કાચ અચાનક તૂટી જાય, તો તેનો અર્થ છે કે તમારા પર કોઈ આપત્તિ આવવાની હતી, જે ટળી ગઈ છે. કાચ તૂટવો એ તમારા બચાવનો એક સંકેત છે. એનો અર્થ એ છે કે તમે સંપૂર્ણરીતે સુરક્ષિત છે.
ક્યારે હોય છે અશુભ સંકેત?
ઘરમાં તૂટી ગયેલા અથવા તિરાડ પડેલા કાચને રાખવું અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તૂટેલા કાચ સકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. એવું માનવામાં આવે છે કે તૂટેલા અરીસા કે કાચ ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. આનાથી ઘરમાં મુશ્કેલીઓ, માનસિક તણાવ અને દુર્ભાગ્ય આવી શકે છે.