રક્ષાબંધન 2025: આજે રક્ષાબંધન પર વણજોયું મુહૂર્ત, જાણો કેટલાક શ્રેષ્ઠ મુહૂર્ત
Raksha Bandhan 2025: શ્રાવણ સુદ પૂનમ (નવમી ઓગસ્ટ, 2025)ના દિવસે એટલે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે. આ વર્ષે પૂનમ તિથિ બપોરે 1: 24 વાગ્યા સુધી છે અને આ દિવસે રાખડી બાંધવા માટે કોઈ પણ પ્રકારનું 'વિષ્ટિ બાધ્ય' નથી, જે એક શુભ સંકેત છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનને વ્યક્ત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.
જ્યોતિષીઓના જણાવ્યાનુસાર, શનિવારે (નવમી ઓગસ્ટ) રાખડી બાંધવા માટેના અનેક શુભ મુહૂર્ત છે, જેથી દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ આ પર્વની ઉજવણી કરી શકે છે.
રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્ત
- સવારનો સમય: 07:50થી 09:20
- બપોરનો સમય: 12:50થી 05:40
- સાંજનો સમય: 07:20થી 08:40
- રાત્રિનો સમય: 10:05 થી 02:05 (મધ્યરાત્રિ પછી પણ)
આ પણ વાંચો: 100 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે અદ્ભુત યોગ, આ 3 રાશિઓના ચમકશે ભાગ્ય
આ સમય દરમિયાન બહેનો પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને રક્ષાનું પ્રતીક એવી રાખડી બાંધી શકે છે. ભાઈ પણ બહેનની રક્ષાનું વચન આપીને આ પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવશે. આ શુભ મુહૂર્તોનો લાભ લઈને દરેક ભાઈ-બહેન આ તહેવારને આનંદ અને ઉત્સાહથી ઉજવી શકે છે.