For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નકારાત્મક સપના જોતાં લોકોએ આ સૂર્ય સ્તુતિનો પાઠ કરવો જોઇએ

Updated: Feb 11th, 2021

નકારાત્મક સપના જોતાં લોકોએ આ સૂર્ય સ્તુતિનો પાઠ કરવો જોઇએનવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી 2021, ગુરુવાર 

ખુલ્લી આંખોથી જોયેલું સપનું આપણને આગળ વધારે છે.. આ આપણા સકારાત્મક વિચારોથી ઉપજતા હોય છે. લક્ષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. તેનાથી વિપરિત ઊંઘમાં આવતા સપના મિશ્રિત ફળકારક હોય છે. સારા સપનાં આપણને ખુશી આપે છે. નકારાત્મક સપનાઓથી આપણું મન તમામ પ્રકારની શંકાઓથી ભરાઇ જાય છે. કહેવાય છે કે સવારના સમયે આવતા સપનાં સાચા થાય છે. સપના પર કંટ્રોલ કરવા માટે દુ:સ્વપ્ન નાશક સૂર્ય સ્તુતિ સર્વશ્રેષ્ઠ છે દુ:સ્વપ્ન નાશક સૂર્ય સ્તુતિ ખરાબ સપનાની અસરથી બચાવે છે.. નકારાત્મક ભાવવાળા સપના આવતા અટકાવે છે. આ સ્તુતિનો પાઠ સવારે વહેલા કરો. તેનાથી સપનાની ખરાબ અસર નષ્ટ થઇ જાય છે. 

આદિત્ય: પ્રથમં નામ, દ્વિતીયં તુ દિવાકર:

તૃતીયં ભાસ્કરં પ્રોક્તં, ચતુર્થં ચ પ્રભાકર: 

પંચમં ચ સહસ્ત્રાંશુ, ષષ્ઠં ચૈવ ત્રિલોચન:

સપ્તમં હરદિશ્વશ્ચ, અષ્ટમં ચ વિભાવસુ: 

નવમં દિનકૃત પ્રોક્તં, દશમં દ્વાદશાત્મક: 

એકાદશં ત્રયીમૂર્તિર્દ્વાદશં સૂર્ય એવ ચ

દ્વાદશૈતાનિ નામાનિ પ્રાત:કાલે પઠેન્નર: 

દુ:સ્વપ્નનાશનં સદ્ય: સર્વસિદ્ધિ પ્રજાયતે

સૂર્યની આ સ્તુતિ ખરાબ સપનાઓની અસરને એવી રીતે નષ્ટ કરી દે છે જેવી રીતે સૂર્ય અંધકારને નષ્ટ કરે છે. આકાશમાં ફેલાયેલા અજવાળા સમાન આ સ્તુતિ શંકાઓથી મુક્ત કરીને આશાઓનો સંચાર કરે છે. 

Gujarat