શું આ વખતે 2 દિવસ છે નિર્જળા એકાદશી? જાણો કેવી રીતે રાખવું વ્રત અને ક્યારે કરવા પારણા
Nirjala Ekadashi 2025: હિન્દુ ધર્મમાં તમામ એકાદશીનું ખૂબ મહત્ત્વ છે પરંતુ, વર્ષની એક એકાદશી એવી છે, જેનું વ્રત કરવાથી 24 એકાદશી વ્રત કરવાનું ફળ મળે છે. આ છે નિર્જળા એકાદશી. નિર્જળા એકાદશીનું વ્રત જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત રાખે છે. આ દિવસે ઉપવાસ કરનારા પાણી પણ નથી પીતા, તેથી તેને નિર્જળા કહેવામાં આવે છે. આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત રાખવાની તારીખને લઈને ખૂબ જ મૂંઝવણની સ્થિતિ છે. ત્યારે ચાલો જાણીએ ક્યારે છે આ નિર્જળા એકાદશી.
આ પણ વાંચોઃ ધનલાભના યોગ અને કરિયરમાં અપાર સફળતા... જૂન પછી આ 3 રાશિના જાતકોનું ભાગ્ય આપશે સાથ
નિર્જળા એકાદશી વ્રત 2025
પંચાંગ અનુસાર, જેઠ શુક્લ એકાદશીની તિથિની શરૂઆત 6 જૂન, 2025ના દિવસે શુક્રવારે 2:15થી શરૂ થશે જે 7 જૂન, 2025 શનિવારે સવારે 4:47 વાગ્યા સુધી રહેશે. એવામાં બંને દિવસે નિર્જળા એકાદશીનું વ્રત કરી શકાય છે.
- સ્માર્ત નિર્જળા એકાદશી વ્રતઃ 6 જૂન, 2025 (શુક્રવાર)
- વૈષ્ણવ નિર્જળા એકાદશી વ્રતઃ 7 જૂન, 2025 (શનિવાર)
સ્માર્ત અને વૈષ્ણવ નિર્જળા એકદાશીમાં અંતર
જ્યારે પણ એકાદશીની તિથિ બે દિવસે હોય, તો પહેલા દિવસે સ્માર્ત વ્રત અને બીજા દિવસે વૈષ્ણવ વ્રત રાખવાની પરંપરા છે. સ્માર્ત વ્રત સામાન્ય ગૃહસ્થ લોકો રાખે છે, જોકે વૈષ્ણવ વ્રત વિશેષ રૂપે વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને સંત વગેરે કરે છે. જોકે, ઈચ્છે તો ગૃહસ્થ પણ વૈષ્ણવ વ્રત રાખી શકે છે પરંતુ, જો તેઓ આવું કરે તો તેમણે ત્યારે વૈષ્ણવ સંપ્રદાયના નિયમોનું પાલન કરવાનું હોય છે.
આ પણ વાંચોઃ નોકરીમાં પ્રમોશન અને લવ લાઇફમાં સફળતા... શનિના કારણે આ રાશિના જાતકોને થશે લાભ
નિર્જળા એકાદશીના વ્રતના પારણાનો સમય
નિર્જળા એકાદશી વ્રતના પારણા હરિ વાસર સમાપ્ત થયા બાદ કરવામાં આવે છે. જે લોકો 6 જૂને નિર્જળા એકાદશી કરી રહ્યા છે, તેમના માટે સ્માર્ત વ્રતના પારણાનો સમય 7 જૂન, 2025ના દિવસે બપોરે 4:31 વાગ્યા સુધી રહેશે. વળી, 7 જૂને નિર્જળા એકાદશી કરનારા લોકો માટે વૈષ્ણવ વ્રત પારણાનો સમય 8 જૂન, 2025ના સમય સવારે 5:23 વાગ્યાથી 7:17 વાગ્યા સુધી રહેશે. એટલે કે, 6 જૂને વ્રત રાખનારા 24 કલાકની બદલે 32 કલાકનું નિર્જળા વ્રત રાખવાનું રહેશે, કારણ કે તેના પારણાનો સમય બપોરનો છે.