નોકરીમાં પ્રમોશન અને લવ લાઇફમાં સફળતા... શનિના કારણે આ રાશિના જાતકોને થશે લાભ
Shani Nakshatra Gochar 2025: શનિ ગોચર કરીને 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે, પછી 28 એપ્રિલ 2025ના રોજ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના સ્વામી ખુદ શનિ દેવ છે. શનિ 2 ઑક્ટોબર સુધી ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં રહેશે.
આ પણ વાંચો: આ બે રાશિના જાતકો પર દોઢ વર્ષ સુધી રહેશે રાહુ-કેતુના ગોચરની અસર, વાણી પર સંયમ જરૂરી
આ દરમિયાન 7 જૂનના રોજ શનિ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શનિના આ પદ પરિવર્તનથી દરેક રાશિઓને અસર થશે. તો 4 રાશિઓને દરેક ક્ષેત્રમાં બંપર સફળતા મળશે. આવો જાણીએ કે, કઈ 4 રાશિઓની કિસ્મત ચમકવાની છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શનિનું ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં જવું ખૂબ લાભ આપનારું છે. તમારા જીવનની તમામ મુશ્કેલીઓ ખતમ થઈ જશે. આર્થિક લાભ મળશે. કોઈ મોટો પ્રોજેક્ટ અથવા પ્રમોશન મળી શકે છે. સિનિયર્સ સાથે સારા સંબંધો થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે પણ શનિનું ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં જવાથી લાભ અપાવશે. લવ લાઇફ સારી રહેશે. જે લોકો લવ મેરેજ કરવા માંગે છે, તેમની ઇચ્છા પૂરી થઈ શકે છે. કોઈ લાંબી યાત્રા પર જવાનો પ્લાન બની શકે છે. તેમાં પણ સફળતા મળી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળા લોકોને શનિની બદલાતી સ્થિતિ ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. નોકરી કરનારાઓને પ્રમોશન મળી શકે છે. ધન-સમૃદ્ધિ વધશે. જીવનસાથીનો સહયોગ મળશે. મેરેજ લાઇફમાં ખુશહાલી રહેશે.
તુલા રાશિ
શનિનો ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ તુલા રાશિવાળાઓના કરિયરમાં મોટી સફળતા અપાવશે. શત્રુઓ પર વિજય મળશે. તમારી કોઈ ઇચ્છા પૂરી થઈ શકે છે. ધન-સંપત્તિ વધશે. મહેનતનું ફળ મળશે.