Get The App

Mohini Ekadashi: આવતી કાલે ઊજવાશે એકાદશી વ્રત, જાણો ઉપવાસથી શું થશે લાભ

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
Mohini Ekadashi: આવતી કાલે ઊજવાશે એકાદશી વ્રત, જાણો ઉપવાસથી શું થશે લાભ 1 - image


Mohini Ekadashi: હિન્દુ પંચાંગ પ્રમાણે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ મોહિની એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે મોહિની એકાદશીનું વ્રત 8 મે ના રોજ મનાવવામાં આવશે. મોહિની એકાદશીએ પહેલું કામ એ કરવું જોઈએ કે, સવારે વહેલા ઉઠીને સ્નાન કાર્ય પૂર્ણ કરી ભગવાન સામે બેસી વ્રતનો સંકલ્પ કરો. ભગવાનને તલ અર્પણ કરો. ત્યાર બાદ દીપ પ્રગટાવો, એક કળશ મુકો. આ દિવસે ભગવાને દેવતાઓના કલ્યાણ માટે મોહિની સ્વરુપ ધારણ કર્યું હતું. એટલે મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે એકાદશી તિથિ 7 મે, 2025 ના રોજ સવારે 10.19 મિનિટે શરુ થશે અને બીજા દિવસે બપોરે 12.29 મિનિટ સુધી રહેશે. 

આ પણ વાંચો : 209 વીઘા જમીન, એક પેટ્રોલ પંપ, એક પ્લોટ..., રાજસ્થાનના લગ્નમાં 25 કરોડ રૂપિયાનું મામેરું!

હરિવાસર એકાદશી વ્રતનો લાભ

હરિવાસરમાં એકાદશીના વ્રત પારણાં કરવા જોઈએ નહીં. હરિવાસરમાં પારણા અંગે સ્કન્દ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, હરિવાસર એટલે એકાદશી અને બારસ વ્રત કરવું જોઈએ. એવુ કહેવાય છે કે, વ્રત કોઈ તપસ્યા, તીર્થ સ્થાનનું કોઈ ફળ મળતું નથી. પદમ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ ઈચ્છા અથવા અનઈચ્છાએ એકાદશીનો ઉપવાસ કરે છે, તે તમામ પાપોમાંથી મુક્ત થઈને પરમ ધામ વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે.

આ પણ વાંચો : સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરશો 4 કામ, ઘરમાંથી ચાલ્યા જશે માં લક્ષ્મી

એકાદશીમાં કઈ વસ્તુઓનું દાન કરશો

આ વૈશાખ મહિનાની એકાદશી છે. એટલે આ અગિયારસ પર જળદાન, કપડાંનું દાન અને અનાજ દાન જેમ કે, દાળ, ચોખા, લોટનું દાન કરવું જોઈએ. આ સિવાય પંખા, ઘડાનું દાન પણ કરી શકાય છે. દાન કરવા માટે પહેલા દરેક વસ્તુઓ ભગવાનને અર્પણ કરો અને પછી ગરીબોને એકાદશીનું દાન કરવું જોઈએ. આ દિવસે તુલસીને દીવો કરી પૂજા કરવી જોઈએ.

Tags :